Divya Bhaskar

Home » Kutchh » Bhuj » આઇયાનગરમાં મહિલામંડળને દાયકો પૂર્ણ થતા ઉજવણી

આઇયાનગરમાં મહિલામંડળને દાયકો પૂર્ણ થતા ઉજવણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:15 AM

ભુજ | ભુજ શહેરમાં આવેલા આઇયાનગર ખાતે આવેલા ઓમકારેશ્વર મહિલા મંડળના નેજા હેઠળ પ્રમુખ કમલબેન જોશીને પ્રમુખપદને એક...

  • આઇયાનગરમાં મહિલામંડળને દાયકો પૂર્ણ થતા ઉજવણી
    ભુજ | ભુજ શહેરમાં આવેલા આઇયાનગર ખાતે આવેલા ઓમકારેશ્વર મહિલા મંડળના નેજા હેઠળ પ્રમુખ કમલબેન જોશીને પ્રમુખપદને એક દાયકો પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મંડળની સભ્ય બહેનો હોંશભેર જોડાઇ હતી. આશાબેન શાહના સથવારે અંતાક્ષરી રમાડવામાં આવી હતી. આ પ્રસંગે મંડળની તમામ સભ્ય બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, રેશમાબેન ઝવેરી અને સુશીલાબેન આચાર્યા પણ ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય દ્વારા કમલબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપપ્રમુખ જાગૃતિબેન, શીતલબેન, જયેન્દ્રબાળાબેન, ભાવનાબેન, સીમીબેન, પ્રવીણાબેન, જ્યોતિબેન, હર્ષાબેન, હેમાબેન, પ્રિયાબેને જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીબેને કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending