• Gujarati News
  • National
  • નેત્રામાં માનસિક બીમારીથી ત્રસ્ત મહિલાનો આપઘાત

નેત્રામાં માનસિક બીમારીથી ત્રસ્ત મહિલાનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના નેત્રા ગામે રહેતી આધેડ મહિલાએ માનસિક બીમારીથી કંટાળી સોમવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા તેના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.નેત્રા ગામે રહેતી પદમાબેન ધરમશીભાઇ મેઘવાડ (ઉ.વ.50)એ સોમવાર સવારના આઠથી સાંજના આઠ વાગ્યા દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે હતભાગી મહિલાના પતિની પુચ્છતાછમાં મૃતક મહિલા માનસિક બીમાર હોવાથી તેને કંટાળીને આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું મૃતકના પતિએ પોલીસને જણાવ્યું હતું. પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...