Home » Kutchh » Bhuj » ભુજની લેક્વ્યુ હોટલમાં 3 માસમાં ત્રીજી વખત ચોરીના બનાવથી ચકચાર

ભુજની લેક્વ્યુ હોટલમાં 3 માસમાં ત્રીજી વખત ચોરીના બનાવથી ચકચાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:15 AM

હોટલમાંથી 150 મીટર કેબલ અને લોખંડની ઝાળીઓ ચોરાઇ

  • ભુજની લેક્વ્યુ હોટલમાં 3 માસમાં ત્રીજી વખત ચોરીના બનાવથી ચકચાર
    ભુજના રાજેન્દ્રબાગ સામે આવેલી લેક્યુ હોટલમાં છેલ્લા ત્રણ માસથી ત્રીજી વખત ચોરીના બનાવ બનતા .ફફડાટ મચી ગયો છે, આ અંગે હોટલના સંચાલકે એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે, કાયદાની બીક વગર ચીભડ ચોરો બિન્દાસ્ત ચોરીને ઘટનાને અંજામ આપી રહયા છે,

    પ્રાપ્ત વિગતો મુજબ ભુજની લેક્યુ હોટલમાં આવેલા સ્વીમિંગ પુલમાંથી તાજેતરમાં કોઇ અજાણ્યા તસ્કરો લોખંડની ઝાળી નંગ આઠથી દશની ચોરી કરી ગયા હતા, તો એકાદ માસ પૂર્વે તબકા વાર કેબલની ચોરી કરી ગયા હોવાની ઘટના બની હતી. બનાવ બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપવા આવેલા હોટલના સંચાલકના જણાવ્યા પ્રમાણે ત્રણ માસ દરમિયાન ત્રણ વખત ચોરીની ઘટના બની છે એક વખત 100 મીટર કેબલ ચોરાયો હતો, બાદમાં 50 મીટર અને હાલ થોડા દિવસ પૂર્વે સ્વીમિંગ પુલમાંથી આઠથી દશ લોખંડની ઝાળી ચોરી જવાની ઘટના બની છે, તો આ હોટલ નજીક રોડ પર ઉભી રહેતી ટ્રાવેલ્સની બસમાંથી પણ એક વખત કોઇ તસ્કરોએ ટેપની ચોરી કરી ગયા હતા. આ વિસ્તારને રેઢો ભાળી ગયેલા ચીભડ ચોરો અવાર નવાર ચોરીને અંજામ આપતા હોઇ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવા એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ