તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj અંજારમાં બે દાયકાથી કાર્યરત શિક્ષિકાનું બહુમાન કરાયું

અંજારમાં બે દાયકાથી કાર્યરત શિક્ષિકાનું બહુમાન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારની શેઠ ડી.વી. સરકારી હાઇસ્કૂલના માતૃભાષાના શિક્ષિકાનું બે દાયકાની સુદિર્ઘ કારકિર્દી માટે સન્માન કરાયું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તેમને સન્માનપત્ર અપાયું હતું. તેમણે જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષણકાર્ય કરવા ઉપરાંત અંજારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શાસનાધિકારી તરીકે વહીવટી ફરજો પણ બજાવી હતી. તેઓ ભાષા શિક્ષણની તાલીમમાં રિસોર્સ પર્સન તેમજ કી-રિસોર્સ પર્સન તરીકે પણ તજજ્ઞતા દર્શાવી ચૂક્યાં છે.

શાળા પાઠ્યપુસ્તક મંડળના ધો. 10ના ગુજરાતી વિષયના પુસ્તકમાં લેખન-સંપાદનની કામગીરીમાં પણ તેમણે સક્રિય યોગદાન આપ્યું છે. ‘બાયસેગ’ના માધ્યમથી તેમના ભાષા શિક્ષણનો લાભ રાજ્યભરના વિદ્યાર્થીઓ લેતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...