• Gujarati News
  • National
  • નલિયામાં જુગાર રમતા 4 ખેલીઓ ઝડપી પડાયા

નલિયામાં જુગાર રમતા 4 ખેલીઓ ઝડપી પડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના નલિયા ગામે ગાંભડાઇ ફળિયામાં તીન પતીનો જુગાર રમવામાં મજશુલ ચાર ખેલીઓને પોલીસ દરોડા દરમિયાન 12,300ની રોકડ બે બાઇક અને મોબાઇલ સહિત 53,300ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગાંભડાઇ ફળિયામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જુમા આદમ નોતિયાર, અશ્વિન કરશનભાઇ ભાનુસાલી, જાદવજી લાલજીભાઇ ભાનુસાલી, હરજીભાઇ ખજુરીયાભાઇ ભાનુસાલી સહિત ચાર જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા આરોપીના કબજામાંથી 12,300ની રોકડ, 35 હજારની કિંમતની બે મોટર સાયકલ અને 3000ના મોબાઇલ સહિત 53,300નો મુદામાલ કબજે કરી તમામ આરોપી વિરૂધ નલિયા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...