• Home
  • Kutchh
  • Bhuj
  • કચ્છમાં અનેક ગૃહ મંડળીઓ કાગળ પર હોઇ ધાર્યું કામ નથી થતું

કચ્છમાં અનેક ગૃહ મંડળીઓ કાગળ પર હોઇ ધાર્યું કામ નથી થતું

450 જેટલી મંડળી પણ સરકાર દ્વારા જમીન ફાળવાતી નથી અંજારમાં જિલ્લા સહકારી હાઉસિંગ ફેડરેશનની બેઠક યોજાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:15 AM
કચ્છમાં અનેક ગૃહ મંડળીઓ કાગળ પર હોઇ ધાર્યું કામ નથી થતું
કચ્છમાં અનેક ગૃહ મંડળીઓ માત્ર કાગળ પર હોવાથી કાર્યવાહીમાં ઉણી ઉતરે છે, આવી મંડળીઓને તાકીદે જિલ્લા ફેડરેશન અને મધ્યસ્થ સહકારી બેંકના સભ્ય બની જવું જોઇએ તેવી અપીલ અંજારમાં આયોજિત કચ્છ જિલ્લા હાઉસિંગ ફેડરેશનની બેઠકમાં કરાઇ હતી.

કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ 40 વર્ષથી કાર્યરત ફેડરેશનને પણ અન્ય સંસ્થાઓની જેમ પાયાના પ્રશ્નોનો સામનો કરવો પડે છે તેમ જણાવ્યું હતું. ફેડરેશનના ઉપપ્રમુખ અમૃત પટેલે કહ્યું હતું કે, સરકારે ગૃહ મંડળીઓને પણ જમીન ફાળવવામાં અગ્રીમતા આપવી જોઇએ. પુરુષોત્તમ વાઘમશીએ રાજ્ય સરકાર દ્વારા ગૃહ મંડળીઓ માટે પ્રીમિયમ માફી અંગે બહાર પાડવામાં આવેલા વટહુકમ વિશે વિગતો આપી હતી.

મોટા ભાગની મંડળીઓ આવક રળવા માટે પોતાનું મકાન ભાડે આપી દે છે તે ગેરકાયદે છે તેમ કહેતાં શંભુલાલ પોપટે આ દિશામાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવાનું વિચારાઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું. ફેડરેશનના પ્રમુખ મૃદુલ ધોળકિયાએ કચ્છમાં 450 જેટલી ગૃહ મંડળીઓ નોંધાઇ છે પણ સરકાર દ્વારા તેમને જમીન ફાળવાતી નથી તેમ કહેતાં ઉમેર્યું હતું કે, આ કારણોસર મોટી સંખ્યામાં ફ્રી હોલ્ડ જમીન પર બિલ્ડર દ્વારા રચાયેલી મંડળીઓ દ્વારા મકાન બાંધવામાં આવ્યા છે. લક્ષ્મીકાંત ઠક્કર અને કાશીરામ જોશીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. કિશોર વ્યાસ, ખાનજી ગઢવી, ધીરજલાલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

X
કચ્છમાં અનેક ગૃહ મંડળીઓ કાગળ પર હોઇ ધાર્યું કામ નથી થતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App