• Home
  • Kutchh
  • Bhuj
  • સરહદ ડેરીમાં કામદારોનું શોષણ થતું હોવાની રાવ

સરહદ ડેરીમાં કામદારોનું શોષણ થતું હોવાની રાવ

સરહદ ડેરીમાં કામદારોને વધુ કલાકો કામ કરાવી શોષણ કરાતું હોવાની રાવ લાખોંદના સાગર ગઢવીએ કરી છે. તેમણે કલેક્ટરને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:15 AM
સરહદ ડેરીમાં કામદારોનું શોષણ થતું હોવાની રાવ
સરહદ ડેરીમાં કામદારોને વધુ કલાકો કામ કરાવી શોષણ કરાતું હોવાની રાવ લાખોંદના સાગર ગઢવીએ કરી છે. તેમણે કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ કામદારોને નિયમ મુજબ 8 કલાકને બદલે 12 કલાક કામ કરાવાય છે.

ઠેકેદાર દ્વારા છેલ્લા 7 વર્ષથી કોઇ કામદારની પીએફની કપાત પણ કરાતી નથી. ઠેકેદાર લાખોંદમાં વ્યવસાય કરતો હોવા છતાં પંચાયતને વ્યવસાય વેરો ભરતો નથી કે નોંધણી પણ કરાવેલી નથી. આ અંગે ગાંધીધામના લેબર કમિશ્નર અને સરહદ ડેરીના ચેરમેનને પણ લેખિત રજૂઆત કરાવા છતાં હજી કોઇ પગલાં ભરાયાં નથી તો વહેલીતકે આ મુદ્દે પગલાં ભરવા અરજ કરાઇ છે.

X
સરહદ ડેરીમાં કામદારોનું શોષણ થતું હોવાની રાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App