• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj ‘સરપંચ ભ્રષ્ટ છે’ કેરાના ઉપસરપંચે DDOને કરી ફરિયાદ

‘સરપંચ ભ્રષ્ટ છે’ કેરાના ઉપસરપંચે DDOને કરી ફરિયાદ

Bhuj - ‘સરપંચ ભ્રષ્ટ છે’ કેરાના ઉપસરપંચે DDOને કરી ફરિયાદ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:15 AM IST
ભુજ તાલુકાની કેરા ગ્રામ પંચાયતના ‘સરપંચ ભ્રષ્ટ છે’ એવા આક્ષેપ સાથે ઉપસરપંચે જિલ્લા વિકાસ અધિકારી પાસે ફરિયાદ કરી હતી અને સરપંચને બરતરફ કરવા માગણી પણ મૂકી હતી. ઉપસરપંચ દિનેશ દેવજી હાલાઈએ જિલ્લા વિકાસ અધિકારીને 10મી સપ્ટેમ્બરના પત્ર લખી જણાવ્યું હતું કે, કેરા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશ હરજી મહેશ્વરીએ મોટા પાયે ગેરવહીવટ, ઉચાપત અને હોદાનો ગેરઉપયોગ કરીને સમગ્ર પંચાયતને બાનમાં લીધી છે. 20 માસ દરમિયાન કોઈ પણ વિકાસ કામ કરાયું નથી. દરેક કામમાં નાણાની અપેક્ષા રાખે છે. આર.ટી.આઈ. કાયદાના નામે બ્લેકમેઈલિંગ કરવા એક ગ્રૂપ પણ બનાવ્યું છે. જે પટેલ જ્ઞાતિના લોકોને હેરાન કરે છે. ગ્રામ પંચાયતના વહીવટી કામ તલાટી મંત્રીના કાર્યમાં આવે છે, પરંતુ બાંધકામ મંજુરી, મો બદલો, વિવિધ પ્રકારની એન.ઓ.સી.માં નાણા માગે છે, જેથી ગ્રામ પંચાયતના સદસ્યો અને કર્મચારીઓ કંટાળી ગયા છે. તેઓ દબાણમાં રહે છે અને દબાણની 400 જેટલા દબાણકારોને વિસ્તાર દીઠ ભાવ નક્કી કરીને દબાણની પ્રવૃતિને ઉતેજન આપે છે.

X
Bhuj - ‘સરપંચ ભ્રષ્ટ છે’ કેરાના ઉપસરપંચે DDOને કરી ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી