તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગડામાં મુંબઇવાસીના ઘરમાંથી તસ્કરો ટીવી એસી ઉઠાવી ગયા

ગડામાં મુંબઇવાસીના ઘરમાંથી તસ્કરો ટીવી એસી ઉઠાવી ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરથીશેખપર વચ્ચે આવેલા ગળા ગામની પાળ આવેલી સોસાયટીમાં મંબઇવાસીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો એલસીડી ટીવી અને એક જુનું એર કંડીશનર ઉઠાવી જતાં કચાર મચી જવા પામી છે જોકે મકાન માલિક મહિલા મુંબઇથી આવશે ત્યારે ચોરીનો આંક બહાર આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરીનો બનાવ 4 મેની રાત્રીથી બુધવારની સવાર દરમિયાન બન્યો હતો, મુળ મુંબઇ રહેતા પ્રેમિલાબેન કોટકનુ ગાળા ગામની સીમમાં આવેલી સોસાયટીમાં મકાન છે ઘર

...અનુસંધાન પાના નં.4માલિકો જ્યારે કચ્છ આવે ત્યારે અહિ રહે છે.

હાલ મકાન માલિક મુંબઇ હોવાથી તેમનું ઘર બંધ રહેતા તસ્કરોએ તેને ટારગેટ બનાવ્યું હતું ગત રવિવારની રાત્રીથી બુધવારની સવાર દમિયાન કોઇ પણ સમયે ચોરીને અંજામ આપીને ઘરમાંથી એક અલસીડી ટીવી અને જુનું એસી ઉપાડી ગયા હતા ચોરી થયા અંગેની કોઇએ ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર કુસ્વાહે બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે તો ચોરીમાં અન્ય કોઇ ચીજ વસ્તુ કે રોકડ ગઇ છે તે અંગે મકાન માલિક પ્રેમિલાબેન ત્રણ દિવસ બાદ ભુજ આવશે ત્યારે સાચો આંક બહાર આવશે તેવું પંકજભાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...