તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં બે પરણિતા અને એક બાળકના અપમૃત્યુ

કચ્છમાં બે પરણિતા અને એક બાળકના અપમૃત્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.ભુજ ગાંધીધામ

કચ્છમાંઅપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં બે પરણિતા અને એક બાળકે જીવખોયો હતો જેમા અંજારના પાંતિયા ગામે પાણીની બૉટલમાં ભરેલું ડીઝલ પી જતાં બે વર્ષનો માસુમ બાળક મોતને ભેટ્યો છે. જયારે માંડવીના મોટી રાયણમાં ગળે ફાંસો ખાઇ પરણિતાએ

...અનુસંધાન પાના નં.4જીવન લીલા સંકેલી લીધી હતી તો અબડાસાના રામપર અબડા ગામે રહેતી મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

અંજાર તાલુકાના પાંતિયામાં રહેતા ભરતભાઈ ઠાકોરના બે વર્ષના પુત્ર બલદેવ ગત 3 મેના બપોરે રમત રમતમાં પીવાના પાણીની બોટલમાં ભરેલું ડીઝલ ભૂલથી પી ગયો હતો. પરિવારજનો તેને તત્કાળ અંજારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ માસુમ બાળકની હાલત નાજૂક હોઈ તેને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો.જ્યા મંગળવારે સાંજે 4 વાગ્યાના અરસામાં માસુમ બાળકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધહતો. જ્યારે માંડવી તાલુકાના મોટી રાયણ ગામે રહેતી ગંગાબેન ચન્દ્રેશભાઇ દનિચા (ઉ.વ.23)એ કોઇ અગમ્ય કારણોસર બુધવારે સવારે અગ્યાર વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઓરડામાં લાકડાની આડીમાં સાડીનો છેડો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી બનાવની જાણ બુધ્ધુરામ સામજી દનીચાએ માંડવી પોલીસને કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ અબડાસાના રામપર(અબડા)માં રહેતી 22 વર્ષની મંજુલાબેન મુળજી કોલી નામની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત નીપજ્યું છે. મંજુલાના હજુ 4 માસ પહેલાં મુળજી કોલી સાથે લગ્ન થયા હતા. ગત 3 મેની સવારે 10 વાગ્યાના અરસામાં તેણે તેના માવતર રામપર (અબડા)માં ઝેરી દવા પી લીધી હતી. મંગળવારે સાંજે પોણા વાગ્યે તેણે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં આંખો મીચી દીધી હતી. બન્ને મહિલાના કેસમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે.

બોક્ષ : મોખાણામાં મહિલાએ ઝેરી દવા પી જતા ગંભીર

ભુજ તાલુકાના મોખાણા ગામે રહેતી રોશનબાનુ ઈકબાલ જુરીયા (ઉ.વ.25)ના પતિએ ખાટલા પાસે મંકોડા મારવાની ઝેરી દવા પાણીમાં ભેળવીને મુકી હતી. રોશન ભૂલથી પાણી સમજીને પીલેતા ગંભીર અસર તળે પ્રથમ સારવાર ગાંધીધામની રામબાગ હોસ્પિટલે આપાયા બાદ વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

કોડાયમાં સગીરાએ કાંડા પર બ્લેડથી કાપા માર્યાં

અન્ય સમાચારો પણ છે...