તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 14થી 20 જુન સુધી ટ્રેનર્સ દ્વારા યોગાભ્યાસ કરાવાશે

14થી 20 જુન સુધી ટ્રેનર્સ દ્વારા યોગાભ્યાસ કરાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
14થી 20 જુન સુધી ટ્રેનર્સ દ્વારા યોગાભ્યાસ કરાવાશે

અધિકકલેકટર ડી.આર.પટેલે પણ દર વર્ષની જેમ બધી સંસ્થાઓને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડી લઇ લોકજાગૃતિ દ્વારા વધુને વધુ લોકોને જોડાય તેવી અપેક્ષા વ્યકત કરી માસ્ટર ટ્રેનર્સ ૧૪ થી ૨૦ જુન દરમિયાન યોગ અભ્યાસ કરાવે તેવી અપીલ કરી ૨૧મી જુને વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ દીપી ઉઠે તેવા પ્રયાસો કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

સંસ્થાઓનેઉજવણીમાં સાંકળી લેવાઇ

બેઠકમાંવિવિધ સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ, માતાના મઢ જાગીર, પતંજલિ યોગ કેન્દ્ર, આર્ટ ઓફ લીવીંગ, સમર્પણ ધ્યાન યોગ, સર્વસેવા સંઘ, યોગા ફાઉન્ડેશન,રામકૃષ્ણ મિશન, સ્વાધ્યાય પરિવાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સ્વામિ વિવેકાનંદ યુવા અને મહિલા કેન્દ્ર, બ્રહ્માકુમારી, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર, સ્વામિનારાયણ મંદિર, રોટરી, લાયન્સ કલબ, ચેમ્બર ઓફ કોમર્સ, અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ, બી.એસ.પી.એસ., સાસ્વતમ, માંડવી, એન.એસ.એસ. યુનિટ,ખમીર ટ્રસ્ટ, કચ્છ યુવક સંઘ, નવચેતન અંધજન મંડળ, માધાપર, બિદડા સર્વોદય ટ્રસ્ટ, યોગા ફાઉન્ડેશન, ભાનુશાલી મહાજન ટ્રસ્ટ સહિતના એન.જી.ઓને પણ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં સાંકળી લેવામાં આવ્યા હોઇ, સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહયા હતા. ઉપરાંત કલેકટરને એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે ૧૨૦૦ જેટલાં જવાનો-અધિકારીઓ દ્વારા યોગ કરાશે તેવી માહિતી સાથે સમર્પણ ધ્યાન યોગ દ્વારા પણ વર્લ્ડવાઇઝ યોગ દિવસ ઓનલાઇન જોડાણનો રેકોર્ડ કરવાના લક્ષ સહિતની બાબતે બેઠકમાં વિગતે જાણકારી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...