તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 51,000 નોટબુકોનું 30 જેટલા ગામોમાં રાહતદરે વિતરણ ચાલુ

51,000 નોટબુકોનું 30 જેટલા ગામોમાં રાહતદરે વિતરણ ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ,નલિયા, કોઠારા તેમજ ડુમરાની આસપાસના 30થી વધુ ગામોમાં 51,000થી વધુ નોટબુકોનું છાત્રોને રાહતદરે વિતરણ કરાઇ રહ્યું છે.

ડુમરાના ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટના આર્થિક સહયોગથી 50 ટકાના રાહતદરે નોટબુકો અપાઇ રહી છે. સંસ્થાના પ્રમુખ જયંતિલાલ ઠક્કરના જણાવ્યા મુજબ ઠક્કર પરિવારના ભાવેશભાઇ 1998માં અકસ્માતે મૃત્યુ પામતાં તેમની સ્મૃતિમાં પરિવાર દ્વારા ગામેગામ જીવદયા કેન્દ્રો ખોલી અબોલ જીવોને લીલો-સૂકો ચારો, પક્ષીઓને ચણ વિતરીત કરાય છે. ઉપરાંત રમત-ગમત મહોત્સવ, નવરાત્રી જેવા ધાર્મિક ઉત્સવોનું આયોજન, નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ, ગરીબ દર્દીઅોને મફત દવા અને સર્જરી, સમૂહ લગ્નનું આયોજન, પદયાત્રી કેમ્પોનું આયોજન ઉપરાંત જરૂરતમંદ છાત્રોને શિક્ષણ સહાય સહિતની પ્રવૃત્તિઓ તેમના પરિવારના સદસ્યો પત્ની ભક્તિબેન, માતા લીલાવંતીબેન તથા પુત્ર અર્પિત ઠક્કર દ્વારા કરાઇ રહી છે. નોટબુકોની વિતરણ વ્યવસ્થા ભુજમાં સૈયદ મોઇનુદ્દીન બાવા, નયન ડુડીયા, મેહુલ ગણાત્રા, પ્રફુલ્લ પરમાર, નલિયામાં તુષાર આઇયા, સતીષ ઠક્કર, ડુમરામાં ચેતન ગોર, દિલીપસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા અને કોઠારામાં લોહાણા મહાજન દ્વારા જોવાઇ રહી છે. જરૂરતમંદ છાત્રોને નોટબુકો નિ:શુલ્ક પણ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...