ભુજમાં ડાક/પેન્શન અદાલત યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ડાક/પેન્શન અદાલત યોજાશે

ભુજ: કચ્છજિલ્લા સેવાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.18/12ના સવારે 11 કલાકે પેન્શન અદાલત અને ડાક અદાલતનું અધિક્ષક ડાકઘરની કચેરી ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અદાલતમાં સામાન્ય પ્રકારની ફરીયાદો કે નીતી વિષયક બાબતોની ફરીયાદો પર ધ્યાન આપવામાં આવશે નહી તથા ફરિયાદ કોઇ એક મુદો પર આપવાની રહેશે. એકથી વધુ મુદાની ફરીયાદ પર ધ્યાન આપવામાં આવશે નહી, જેની દરેક નાગરીક નોંધ લેશે. એક અરજીમાં ફરીયાદની વિગત ટુંકમાં તથા સ્પષ્ટ રીતે પુરતી વિગત સાથે સ્વચછ અક્ષરમાં લખીને બી પટાબીરમન, ફરીયાદી નિરીક્ષક, ગ્રાહક સેવા કેન્દ્ર-ભુજને મોડામાં મોડી તા.15/12 સુધીમાં મોકલવાની રહેશે. મુદત બાદ આવેલી ફરીયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહી.

ઈન્દ્રધનુષત્રીજો રાઉન્ડના રસીકરણ કાર્યક્રમ

ભુજ: બાળમૃત્યુઘટાડવા માટે કચ્છ જીલ્લામાં જે બાળકો રસીથી વંચિત રહી ગયા હોય અથવા અધુરી રસીઓ મુકાવેલ હોય તે માટે સઘન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ કચ્છ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો મધ્યે તા.૭/૧૨ થી તા.૧૫/૧૨/૨૦૧૭ સુધી ત્રીજો રાઉન્ડ યોજવા આયોજન કરવામાં આવેલ છે. સઘન મિશન ઈન્‍દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત કચ્છનો થી વર્ષ સુધીના તેમજ સગર્ભા માતાઓ જે હજુ સુધી રસીથી વંચિત છે તેઓ માટે ત્રીજા રાઉન્ડ દરમિયાન રસી અપાવીને પોતાના બાળકને ઘાતક બિમારીઓથી બચવાનો સુવર્ણ અવસર છે. બધી રસીઓ બધા સરકારી આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણ સેશન પર મફત આપવામાં આવે છે.

આજેસશસ્ત્ર ધ્વજદિનની ઉજવણી કરાશે

ભુજ: શહીદોનાનિરાધાર પરિવારો તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેવા ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. ૭મી ડિસે.ના રાષ્ટ્રીયસ્તરે સંપૂર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે.

ધ્વજદિનમાં જનતા સહકાર આપવા ફાળો એકઠો કરતા સ્વયં સેવકો/સંસ્થાઓના પાત્રો છલકાવી દેવાની ફરજ સમજે. રીતે એકઠો થયેલો ફાળો માજી સૈનિકો/સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નિઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારી દ્વારા ઘડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે. જિલ્લા કલેકટર, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની સર્વે જનતાને હાથે ફાળો આપવા માટે અપીલ છે. ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્‍ડ ડ્રાફટથી કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ-કચ્છ સશસ્ત્ર સેના ધ્વજદિન” ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ૧૧૪-બહુમાળીભવન, જિલ્લા સેવાસદન-૨, ભુજ-કચ્છમાં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (મેઇન શાખા) ભુજના (૦૩૩૪) ના ખાતા નં.૩૨૨૭૪ ૬૫૮૩૮૦ માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...