• Gujarati News
  • National
  • કચ્છમાં શિયાળો પકડ જમાવી રહ્યો છે તેવામાં ઓખી ચક્રાવાતનો ભય

કચ્છમાં શિયાળો પકડ જમાવી રહ્યો છે તેવામાં ઓખી ચક્રાવાતનો ભય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં શિયાળો પકડ જમાવી રહ્યો છે તેવામાં ઓખી ચક્રાવાતનો ભય ઉભો થયો હતો જે હવે દૂર થયો છે પણ ઉત્તર-પૂર્વની દિશામાંથી બર્ફિલા વાયરા શરૂ થતાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. ભુજની બજારોમાં સામાન્ય રીતે સાંજે ગ્રાહકોની ભીડ જોવા મળે છે પણ છેલ્લા બે દિવસથી ટાઢોડું અનુભવાતાં બજારો સૂમસામ બની ગઇ છે. સૂર્યાસ્ત થતાંજ લોકો જાણે ઘરમાં રહેવાનું પસંદ કરતા હોય તેમ સાંજે 6.30 વાગ્યાના અરસામાંજ બજારમાં ચહલ પહલ નહિવત્ જોવા મળે છે. શહેરના છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, વાણિયાવાડ, અનમ રિંગ રોડ, બસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય સંજોગોમાં સાંજે લોકોની ભીડ અને ક્યારેક ટ્રાફિક જામ જોવા મળે છે, પણ બુધવારે ઉત્તર દિશાએથી પ્રતિ કલાક શરેરાશ 8 કિલો મીટરની ઝડપે ફૂંકાયેલા ઠંઢા પવનથી બચવા ગ્રાહકો નીકળતાં બજાર પણ જાણે ઠુંઠવાઇ ગઇ હતી. હાલે લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે ખરીદી માટે લોકો આવશે તેવી આશાએ વેપારીઓ રાત્રીના 9 વાગ્યા સુધી દુકાનો કે શોરૂમ ખુલ્લા રાખે છે પણ બર્ફિલા વાયરાએ તેમને ગ્રાહકોની રાહમાં કે ઠંડી ઉડાડવા ‘હાથ ઘસતા’ કરી મૂક્યા હતા. -કાંતિ ઠક્કર

અન્ય સમાચારો પણ છે...