• Gujarati News
  • National
  • ભુજના પોલીસ એ ડિવિઝનની બાજુમાં થોડા મહિના અગાઉ સેલોર

ભુજના પોલીસ એ ડિવિઝનની બાજુમાં થોડા મહિના અગાઉ સેલોર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજના પોલીસ એ ડિવિઝનની બાજુમાં થોડા મહિના અગાઉ સેલોર વાવ ઉપર બનાવવામાં આવેલી સ્લેબને તોડવા માટે સોમવારે સવારે નગરપાલીકા ચીફ ઓફિસરના આદેશ બાદ સ્થાનિકએ દુકાન ધરાવતા દુકાનદારએ અંદરની વસ્તુઓ કાઢવા એક દિવસની મુદ્દત માગતા નગરપાલિકાએ માણસાઈ બતાવીને એક દિવસ બાદ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ ચોવીસ કલાકનો ફાયદો લઈને પાર્ટી વકીલની સલાહ લઈને કોર્ટમાં સ્ટેની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ વાતની જાણ અધિકારીને થતા હવે તો રાતોરાત તોડવી પડે તેવો આકરો નિર્ણય લીધો હતો. રાત્રે મશીનરી કામગીરી માટે આવી પહોંચી ત્યારે કેટલીક લાભાર્થી પરિવારની મહિલાઓએ વિરોધ કર્યો હતો. સુધરાઇએ પોલીસની મદદથી આખરે રાત્રે સાડા બારની આસપાસ એને સંપૂર્ણપણે દૂર કરી હતી. અંગત સ્વાર્થને કારણે ઐતિહાસિક ધરોહરને નુકશાન પહોંચે તે કોઈ જ કાળે સહન ન કરાય તેનો ભુજ નગરપાલિકાએ સંદેશો આપ્યો છે. સોમવારે આ દુકાનમાં જતો રસ્તો એટલે કે સેલોર વાવ ની છત બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આખરે તંત્રએ કડક પગલા લેતા દબાણકારો કે મનમાની કરતા વર્ગ માટે દાખલારૂપ કાર્યવાહી થઈ હતી. જે તે સમયે સેલોર વાવ ઉપર છત બનાવવા પાછળની ગણતરી પણ આ દુકાનોને રસ્તો બનાવી આપવાનો હતો તેઓ આધારભૂત સૂત્રોએ કહ્યું હતું. એટલું જ નહિ પરંતુ અધિકારી અને પદાધિકારીઓને પણ આ સ્લેબ બનાવવા માટે આંખ આડા કાન કરવા ‘સમજાવી’ દેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...