• Gujarati News
  • National
  • ‘ મિરજાપર રોડ પર ગેરકાયદે રોડ, બાંધકામ દૂર કરો’

‘ મિરજાપર રોડ પર ગેરકાયદે રોડ, બાંધકામ દૂર કરો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | ભુજ-મિરજાપર રોડ પર હોટેલ માલિક દ્વારા ગેરકાયદે એપ્રોચ રોડની સાથે દુકાનનું બિન અધિકૃત બાંધકામ કરાયું હોવાના આક્ષેપ સાથે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને કરાયેલી રજૂઆતમાં યોગ્ય પગલાં ભરવાની માગ કરાઇ છે. પ્રિન્સ રેસીડેન્સીના માલિક રમેશ ઠક્કર અને સંધ્યાબેન ઠક્કર દ્વારા ખોટો નક્શો રજૂ કરીને એપ્રોચ રોડ મંજૂર કરાવાયો છે. આ ઉપરાંત દુકાન નં. 23ના આગળના ભાગે ગેરકાયદે પ્રવેશ હક્ક મેળવ્યો છે. ખોટી રીતે મંજૂર કરાવેલા એપરોચ રોડ પર મોટા પાયે ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું છે તેવો આક્ષેપ કરતાં એચ. એસ. આહિરે એપ્રોચ રોડનો હુકમ રદ્દ કરવા અને બાંધકામ તોડી પાડવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...