• Gujarati News
  • National
  • માંડવીમાં પકડાયેલી પાંચ પેટી દારૂના સપ્લાયરના આગોતરા જામીન નામંજૂર

માંડવીમાં પકડાયેલી પાંચ પેટી દારૂના સપ્લાયરના આગોતરા જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાંપાંચ પેટી વિદેશી શરાબના સાથે પકડાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન દારૂનો જથ્થો મોકલનારા માંડવીના વલ્લભનગરમાં રહેતા શખ્સનું નામ બહાર આવ્યું હતું. પોલીસ ધરપકડથી બચવા સપ્લાયરે ભુજની કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી અદાલતે તેના જામીન નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 22 ફેબ્રુઆરીના માંડવી પોલીસ શહેરમાં રહેતા માનસિહ ભૂપતસિંહના રહેણાકના મકાનમાંથી 5 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીની પૂછતાછમાં તેણે વલ્લભનગરમાં રહેતા રઝાક અબ્દુલ મીરે માલ આપ્યો હવાની કેફીયત આપી હતી. પોલીસની ધરપકડથી બચવા દારૂનો જથ્થો મોકલનારા રઝાકે ભુજની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ભુજના અધિક સેશન્સ એસ.અેમ. ટાંકે આરોપી રઝાકની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. કેસમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ મયૂર પુરોહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...