• Gujarati News
  • National
  • પોલીસની ત્રણ રેડમાં માત્ર એક જગ્યાએથી જ દારૂ સાથે 1 પકડાયો

પોલીસની ત્રણ રેડમાં માત્ર એક જગ્યાએથી જ દારૂ સાથે 1 પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નજીકના મીરજાપરમાં રહેણાકના મકાનમાં પોલીસે છાપો મારી 14 શરાબની બોટલ સાથે એકને પકડી પાડ્યો હતો, જ્યારે ભુજની ભાગોળે પાસારા પાસેથી તેમજ તાલુકાના દેશલપર વાંઢાયમાં પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પોતાના વાહન મુકી ભાગી છુટ્યા હતા, પોલીસે દારૂની બોટલો કબજે કરી આરોપી સાથે ગુનો નોંધ્યો હતો.

મીરજાપર ભોલેનાથ પેટ્રોલ પંપની પાછળ રહેતા નીલેશ આરોબ કોલીના રહેણાકના મકાનમાં એલસીબીએ બાતમીના આધારે સોમવારે દરોડો પાડ્યો હતો. આરોપીના કબજામાંથી 14 નંગ દારૂની બોટલ કિંમત 4,900 તથા એક મોબાઇલ કિંમત 500 સહિત 5,400નો કબજે કરી પુચ્છતાછ હાથ ધરતાં આ દારૂ મીરજાપર ગામે રહેતા કાનો ઉર્ફે કાનજી ઇબ્રાહિમ કોલીએ વહેચાંણ અર્થે આપ્યો હોવાની નીલેશે પોલીસને કબુલાત આપતા બન્ને આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો, એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હડ કોન્સ્ટેબલ સુભાષપુરી હાથ ધરી છે.

જ્યારે બીજી તરફ ભુજ ખાવડા રોડ પર સ્કુટર પર દારૂની હેરાફેરી કરતો શખ્સ પોલીસને જોઇ સ્કુટર મુકી નાશી છુટ્યો હતો. પોલીસે સ્કુટરમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ 12 કિંમત 5,400 અને 5 હજારની કિંમતના સ્કુટર સહિત 10,400નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ભુજ તાલુકાના દેશલપર ગામના બસ સ્ટેશન પાલે કારમાં લઇ જવાતો દારૂ પોલીસ પકડે તે પહેલા આરોપીઓ કાર મુકી નાશી છુટ્યા હતા. પોલીસે મારૂતિ કાર જી.જે.12 એઇ 8601માંથી દારૂની બોટલ નંગ 8 કિંમત 3,990 તથા બીયર ટીન 6 કિંમત 600 અને કાર સહિત 34,590નો મુદામાલ કબજે કરીને નાશી છુટેલા આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...