તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ભુજ GIDCની 6 ફેક્ટરીમાં ચોરી કરનાર દિનારાની ત્રિપુટી પકડાઇ

ભુજ GIDCની 6 ફેક્ટરીમાં ચોરી કરનાર દિનારાની ત્રિપુટી પકડાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ માધાપર હાઇવે પરની જીઆઇડીમાં ગત 27મી ઓગષ્ટના એકી સાથે છ ફેકટરીઓ પર તસ્કરોએ ધાબો બોલાવીને બે ફેકટરીઓમાંથી 3,15 લાખની રોકડની ચોરીને અંજામ આપી નાશી છુટ્યા હતા. આ કેસમાં દોઢ માસ બાદ એલસીઅીએ નાના દીનારા ગામના ત્રણ રીઢા ચોરને દબોચી લીધા છે. જીઆઇડીમાં આવેલી લશ્મી એન્ટરપ્રાઇઝ નામની સીંગદાણાની ફેકટરીના તાળાં તોડીને 2 લાખ 50 હજાર અને માત્રુકૃપા ટ્રક બાડી વર્કની ગેરેઝમાં તાળાં તોડીને 65 હજાર સહિત 3 લાખ 50 હજાર રોકડ રૂપિયાની ચોરી કરનારા ભુજ તાલુકાના નાના દિનારા ગામે રહેતા અયુબ મલુક સમા (ઉ.વ.22) હાલ રહે જામા મસ્જીદની બાજુમાં, ભુજ , મલુક સિધિક સમા (ઉ.વ.24),ભીલાલ સાધક સમા (ઉ.વ.23) સહિત રીઢા ગુનેગારોને એલસીબી સ્ટાફે બાતમીના આધારે આરોપીઓના કબજામાંથી 70 હજારની રોકડ રકમ અને ચોરીના નાણાંમાંથી ખરીદેલી મોટર સાયકલ કબ્જે કરી છે.આરોપી પાસેથી વધુ મુદ્દામાલ કબ્જે કરવા પોલીસના આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...