તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ખેલ મહાકૂંભની જુડો સ્પર્ધામાં ભુજની શાળા ચેમ્પિયન બની

ખેલ મહાકૂંભની જુડો સ્પર્ધામાં ભુજની શાળા ચેમ્પિયન બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકૂંભની જુડો સ્પર્ધામાં ભુજની મુસ્લિમ એજ્યૂકેશન હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ત્રણ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવીને મેદાન માર્યું હતું. તે સાથે આ શાળા જુડો હરીફાઇમાં ચેમ્પિયન બની હતી.

સીદી અલીઅસગર હુસેન, કુરેશી અહેસાન સમસુદ્દીન અને જત શકીલ મામદે ગોલ્ડ મેડલ જીત્યા હતા તો જત અફઝલ ઉમર અને જત શકીલ ઉમરે સિલ્વર મેડલ પોતાના નામે અંકે કર્યા હતા. રમત ગમત શિક્ષક અયાઝ એચ. ઝાખરા, અબ્દુલ હમીદ સુમરા અને અવનીબેન રાઠોડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સિધ્ધિ બદલ આચાર્ય અને ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...