Home » Kutchh » Bhuj » Bhuj - દાઝેલા પશુઓની અહિંસાધામના એસી રૂમમાં સારવાર કરાવાશે

દાઝેલા પશુઓની અહિંસાધામના એસી રૂમમાં સારવાર કરાવાશે

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:11 AM

પ્રગપર ચોકડીએ આવેલા ધામમાં સુવિધા ઉપલબ્ધ કરાઇ

  • Bhuj - દાઝેલા પશુઓની અહિંસાધામના એસી રૂમમાં સારવાર કરાવાશે
    મુન્દ્રા તાલુકાના પ્રગપર ચોકડી સ્થિત અહિંસાધામમાં દાઝેલા પશુઓની સારવાર માટે દાતાઓના સહયોગથી એસી રૂમ ખુલ્લો મુકાયો હતો.

    છેલ્લા 27 વર્ષથી જીવદયા અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત અહિંસાધામમાં હાલે 4800થી વધુ અબોલ જીવો આશ્રય લઇ રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ પશુઓને સારવાર માટે અહિં લાવવામાં આવે છે. કેટલાક ક્રૂર લોકો દ્વારા પશુઓ પર એસિડ જેવા જ્વલનશીલ પ્રવાહી ફેંકવામાં આવતા હોવના કિસ્સામાં ભોગ બનેલા પશુઓની સારવાર માટે ખાસ એસી રૂમ બનાવાયો છે તેમ મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઇએ જણાવ્યું હતું.સંસ્થાના પ્રમુખ રમેશ ગાલાએ લોકોને સંસ્થાના કાર્યમાં જોડાવવાની અપીલ કરતાં એસી રૂમ માટે સ્નેહીલાલ ગોયલ, મી મિત્તલનો આર્થિક સહયોગ સાંપડ્યો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે ડો. કૌશિક શાહ, સચિન ગણાત્રા, મુન્દ્રાના પીઆઇ એમ. એન. ચૌહાણ, રફીક તુર્ક, ખેતશી જસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ