તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ઢોરવાડા શરૂ કરવા કચ્છનું તંત્ર જુએ છે સરકારના આદેશની રાહ

ઢોરવાડા શરૂ કરવા કચ્છનું તંત્ર જુએ છે સરકારના આદેશની રાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ સાલે ચોમાસામાં વરસેલા અપુરતા અને નહિવત વરસાદના પગલે ઉભી થયેલી વિકટ સ્થિતીને ધ્યાને લઇ રાજય સરકારે સમગ્ર જિલ્લાને 1 ઓકટોબરથી પૂર્ણ અછતગ્રસ્તા જાહેર કર્યા બાદ તેની અમલવારી શરૂ થયાને અેક સપ્તાહ જેટલો સમય થઇ ચુકયો હોવા છતાં કચ્છનું વહિવટીતંત્ર ઢોરવાડા શરૂ કરવા માટે હજુ પણ સરકારની માર્ગદર્શીકા સાથેના આદેશની રાહ જોઇ રહ્યું છે.

કલેકટર રેમ્યા મોહને આપેલી વિગત અનુસાર અછતની સ્થિતી અનુસંધાને કચ્છમાં નવા ઢોરવાડા ખોલવાના થાય છે. ઢોરવાડા શરૂ કરવા માટે સ્થાનિક કક્ષાએથી સરકારમાં એક દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. પણ આ દરખાસ્ત હજુ સરકારની વિચારણા હેઠળ છે અને તેને મંજુરી મળતા થોડો સમય લાગશે તેવું કલેકટરે ઉમેર્યું હતું. અછતની અમલવારી પૂર્વે જે આગોતરા આયોજન પહેલેથી પૂર્ણ થઇ જવા જોઇતા હતા તે અછતનો અમલ થયાને સપ્તાહ વીતી જવા છતાં પુરા ન થઇ શકતાં અમલવારીને લઇ વ્યાપક અધુરાશો સામે આવી રહી છે. આ અધુરાશ કયારે પુરાશે તે તો અત્યારના તબક્કે તો અેક યક્ષ સવાલ બનીને સામે આવતો દેખાય છે.

અનુભવીઓની તંત્રને વર્તાય છે ખોટ
લાંબા સમય બાદ કચ્છમાં અછતની આટલી વિકટ ગણી શકાય તેવી સ્થિતીનું સર્જન થયું છે. અછતની જાહેરાત તો તેના નિયત સમયથી વહેલી થઇ ગઇ છે. પણ વહિવટીતંત્ર પાસે અનુભવી અધીકારીઓ અને કર્મચારીઓ કે જેઓ અછતના કામથી પરિચીત હતા. તેમની ઉણપ વર્તાય છે જોકે કલેકટરે કરેલી સ્વતંત્ર મહેકમ માટેની દરખાસ્તમાં આવા અનુભવીઓ નામજોગ કચ્છમાં ફરજ માટે માંગ્યા છે. આ દરખાસ્તને મંજુરી મળે ત્યાં સુધી આજ કામગીરીનું ગાડું ગબડાવાયા રાખશે. જાણકારો એમ પણ કહી રહ્યા છે કે તંત્રને અછતના કામ માટે પ્રેકટીકલ બનીને જ કામ કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...