• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - માંડવીમાં બહેનને ધકો મારવામાં થઇ બબાલ ભાઇ પર કર્યો છરીથી હુમલો

માંડવીમાં બહેનને ધકો મારવામાં થઇ બબાલ ભાઇ પર કર્યો છરીથી હુમલો

ઉશ્કેરાયેલા આરોપીએ ગાળો ભાંડી છરી કાઢી યુવાનના હાથ પર કર્યા ઘા

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:11 AM
Bhuj - માંડવીમાં બહેનને ધકો મારવામાં થઇ બબાલ ભાઇ પર કર્યો છરીથી હુમલો
માંડવી શહેરના ખોજા ફળિયામાં બહેનને ધક્કો મારવા બાબતે યુવાનને ઠપકો આપતાં છરીથી હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માંડવીમાં બાંધણીનું કામ કરતા અને ખોજા ફળિયામાં રહેતા નવીદ અબ્દુલકરીમ ખત્રી (ઉ.વ.31)ની ફરિયાદને ટાંકીને માંડવી પોલીસે જણાવ્યું હતું કે. હુમલાનો બનાવ સોમવારે સવારે બાર વાગ્યાના અરસામાં ખોજા ફળિયામાં બન્યો હતો. આરોપી હાજી જગમાલ ગજણએ ફરિયાદીની બહેનને રસ્તા પર ધક્કો મારતાં ફરિયાદીની બહેનને જાઇને ચાલવાનું કહેતા આરોપી હાજીએ ઉસ્કેરાઇ જઇને ગાળો ભાંડવાનું ચાલુ કરી દીધું હતું. જેથી નવીદે તેની બહેનને ગાળો આપવા મુદે આરોપી હાજીને ઠપકો આપ્યો હતો.જેમા આરોપી હાજીએ પોતાની પાસે રહેલી છરી કાઢીને નવીદને હાથના કોણીના આગળના ભાગે ધા મારી ઇજા પહોંચાડી હતી. માંડવી પોલીસ મથકના એઅસઆઇ પીએસો અમીનાબેન સમાએ નવીદની ફરિયાદ પરથી આરોપી હાજી ગજણ સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ દામજીભાઇ કન્નડે હાથ ધરી છે.

X
Bhuj - માંડવીમાં બહેનને ધકો મારવામાં થઇ બબાલ ભાઇ પર કર્યો છરીથી હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App