• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - બે યુવાનોએ કચ્છી કેડિયું પહેરીને 21 કિ.મી.ની દોડ પાર કરી

બે યુવાનોએ કચ્છી કેડિયું પહેરીને 21 કિ.મી.ની દોડ પાર કરી

લદાખમાં વિશ્વની સૌથી વધુ 12 હજાર ફૂટની ઉંચાઇએ સિધ્ધિ મેળવી

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:11 AM
Bhuj - બે યુવાનોએ કચ્છી કેડિયું પહેરીને 21 કિ.મી.ની દોડ પાર કરી
ઇરાદો અડગ હોય તો પહાડો પણ વામણા હોવાના મક્કમ મનોબળ સૃાથે સામેલ થયેલા કચ્છના બે યુવાનોએ કચ્છી કેડિયું પહેરીને 12 હજાર ફૂટની ઉંચાઇએ યોજાયેલી લદાખ મેરેથોન દોડમાં 21 કિલો મીટરનું અંતર કાપીને અનેરી સિધ્ધિ મેળવી હતી. વિશ્વની સૌથી વધુ ઉંચાઇએ યોજાયેલી સ્પર્ધમાં કચ્છનું નામ રોશન કર્યું હતું.

ભુજ તાલુકાના નારાણપર ગામના અક્ષય દિનેશ કેરાઈ અને ધીરેન શામજી પીંડોરિયાએ લેહ લદાખના 12 હજાર ફૂટ ઊંચા દુર્ગમ વિસ્તાર પર 21 કિલોમીટર ની મેરેથોન દોડ પૂર્ણ કરી હતી. કચ્છી પહેરવેશ સાથે આ સિધ્ધિ મેળવનારા પ્રથમ દોડવીર બન્યા હતા. તેમની સાથે અન્ય દેશોમાંથી આવેલા દોડવીરોને કચ્છી પહેરવેશ જોઇને કચ્છના પ્રવાસની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે લદાખ મેરેથોનને ભારતની સૌથી અઘરી ઘણાતી મેરેથોન સ્પર્ધા છે કેમ કે 12 હજાર ફૂટની ઊંચાઈ પર હવા ખૂબ જ પાતળી હોઈ સામાન્ય સંજોગોમાં પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ પડકાર વચ્ચે કચ્છના બે કોલેજીયન યુવાનોએ 21 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.મેરેથોનમાં દુનિયાભરમાથી 6 હજાર દોડવીરો એ ભાગ લીધો હતો તેમ ડો. આલાપ અંતાણીએ જણાવ્યું હતું.

X
Bhuj - બે યુવાનોએ કચ્છી કેડિયું પહેરીને 21 કિ.મી.ની દોડ પાર કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App