તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj 42 ડિગ્રીના આકરા તાપ વચ્ચે દિવ્યાંગોનો ખેલ મહાકુંભ શરૂ

42 ડિગ્રીના આકરા તાપ વચ્ચે દિવ્યાંગોનો ખેલ મહાકુંભ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં જાણે ઉનાળો પુન: શરૂ થયો હોય તેમ છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે અને માઝા મુકતાં શનિવારે તાપમાન 42 ડિગ્રી જેટલું ઉંચકાયું હતું તેવામાં માધાપર ખાતે દિવ્યાંગોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ શરૂ થયો હતો. સામાન્ય ખેલાડીને પણ અકળાવે તેવા તાપ વચ્ચે શરૂ થયેલા રમતોત્સવમાં દિવ્યાંગોની હાલત કફોડી બનતાં બાકીની હરીફાઇ મોકૂફ રખાય તેવી માગ દિવ્યાંગ મંડળ કચ્છ દ્વારા કરાઇ છે.

પ્રચાર-પ્રસારને પગલે હોસ્ટેલમાં રહેતા સેંકડો ખેલાડીઓ ભાગ લેવા પહોંચી આવ્યા હોવાનો દાવો કરતા સંસ્થાના સંચાલકોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો પ્રચાર ન થવાથી દિવ્યાંગો ભાગ લેવામાં વંચિત રહ્યા હતા. સરકારે અગાઉ તારીખો નક્કી કરી ત્યારે ગરમીનો પારો આટલો ઉંચો ન હતો પણ શનિવારે 42 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે ખેલ મહાકુંભ શરૂ કરાયો જેની આયોજકો, જિલ્લા રમત ગમત અધિકારી, વાલીઓ અને દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓને કોઇ દરકાર ન હોય તેમ સ્પર્ધાઓ આરંભાઇ હતી પરિણામે દિવ્યાંગ સ્પર્ધકોની હાલત કફોડી બની હતી. રમત ગમત અધિકારી પણ આ રમતોત્સવમાં ફરક્યા ન હતા.

કચ્છમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે યોજાનારી ઓર્થોપેડિક, વિઝયૂઅલ ઇમ્પેરમેન્ટ, હિયરિંગ ઇમ્પેરમેન્ટના દિવ્યાંગો માટેની રમતોની તારીખો રદ્દ કરીને ઠંડીના દિવસોમાં યોજાય તેવી માગ કચ્છ દિવ્યાંગ મંડળના જગદીશ વીરડા, જગતસિંહ સોઢા, ડાયાલાલ મહેશ્વરી, મહોબતસિંહ જાડેજા, જગદીશ ગઢવી, વિક્રમ આહિરે કરી હતી.

362 મંદબુધ્ધિ ખેલાડીઓએ ભાગ લીધો
ખેલ મહાકુંભના પ્રથમ દિવસે 362 એમઆર ખેલાડીઓએ દોડ, વોક, સાઇકલિંગ, ગોળાફેંક લાંબી કૂદ સહિતની હરીફાઇમાં ભાગ લીધો હતો. આજે રવિવારે દ્રષ્ટિક્ષતિ અને તા. 9ના અસ્થિવિષયક દિવ્યાંગો માટે સ્પર્ધા યોજાશે તેમ માધાપરની નવચેતન દિવ્યાંગ સ્પોર્ટસ એકેડમીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...