તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj મઢના પદયાત્રીઓને પધ્ધરથી રવાપર સુધી અારોગ્ય સેવા અપાશે

મઢના પદયાત્રીઓને પધ્ધરથી રવાપર સુધી અારોગ્ય સેવા અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાના મઢ જતા પદયાત્રીઓને આરોગ્ય વિષયક સેવા મળી રહે તે હેતુથી ભુજની ગેઇમ્સ સંચાલિત જનરલ હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ભુજ તાલુકાના પધ્ધરથી નખત્રાણા તાલુકાના રવાપર સુધી 10 સેવા કેમ્પ શરૂ કરાશે.

7મી ઓક્ટોબરે પધ્ધરમાં અને ત્યાર બાદ નાના યક્ષ, કોટડા જડોદર, ઉગેડી અને છેલ્લે રવાપર મળીને અલગ અલગ સ્થળે કુલ્લ 10 કેમ્પમાં સારવાર અપાશે. ભુજમાં તા. 5થી 11 સુધી આઇએમએ, નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન, આરોગ્ય ભારતીના સહયોગથી આઇએમએ હોલની સામે મેડિકલ કેમ્પ કાર્યરત રહેશે જેમાં જનરલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સારવાર આપશે. આ કેમ્પમાં પગનો દુખાવો, છાલા પડવા, સ્નાયુ જકડાવવા તેમજ પાટા પીંડી સહિતની સારવાર અપાશે. આ ઉપરાંત સેવા કેમ્પોમાં સ્વચ્છતા, બેટી બચાવો, અકસ્માત સામે રક્ષણ, સ્વાઇન ફ્લુ સહિતના મુદ્દે જાગૃતિ ફેલાવાશે. આયોજનને સફળ બનાવવા ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. એન. એન. ભાદરકા, ડો. ચિંતન શનિશ્ચરા, ડો. શાર્દુલ ચોરસિયા, કિશોર ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...