ભુજની ભાગોળે કોડકી રોડ પર આવેલી ભીમરાવનગર પંચાયત પ્રાથમીક શાળા નં. 15માં મેદાનમાં પથરાયેલા ઇન્ટરલોકનું કામ પૂર્ણ થતાં તેની તક્તિનું ધારાસભ્ય સહિતના અગ્રણીઓના હસ્તે અનાવરણ કરાયું હતું.
ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, પાલિકા પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, યુવક-સાંસ્કૃતિક કમિટીના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, તાલુકા શિક્ષકસંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ તક્તિનું અનાવરણ કરી ઇન્ટરલોક સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. તમામ મંચસ્થ મહેમાનોને શાળા પરિવારે સન્માન્યા હતા.
ધારાસભ્યે શાળાને જરૂર પડ્યે કોઇપણ વિકાસકામમાં મદદ કરવાની ખાતરી આપી હતી. આ વેળાએ શાળામાંથી વયનિવૃત્ત થતાં શિક્ષિકા કમળાબેન મોડ તથા મરિયમબેન સમાનું મુખ્ય મહેમાનોએ સન્માન કર્યું હતું. આયોજનમાં શાળાના આચાર્ય વૈશાલીબેન ગોર અને શાળા પરિવાર સહભાગી બન્યો હતો.