Home » Kutchh » Bhuj » Bhuj - માંડવી કોલેજની કબડ્ડી ટીમ ઇન્ટરકોલેજ સ્પર્ધામાં ચેમ્પિઅન

માંડવી કોલેજની કબડ્ડી ટીમ ઇન્ટરકોલેજ સ્પર્ધામાં ચેમ્પિઅન

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:11 AM

ફાઇનલમાં ભુજની લાલન કોલેજને 12 પોઇન્ટથી પછાડી

  • Bhuj - માંડવી કોલેજની કબડ્ડી ટીમ ઇન્ટરકોલેજ સ્પર્ધામાં ચેમ્પિઅન
    ભુજ | માંડવી કોલેજની કબડ્ડીની ટીમે કચ્છ યુનિવર્સિટી દ્વારા યોજાયેલી ઇન્ટરકોલેજ સ્પર્ધામાં ચેમ્પિઅનશિપ મેળવતાં કોલેજ પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી. ભુજની મહિલા કોલેજ સંકુલ ખાતે યોજાયેલી ભાઇઓની સ્પર્ધામાં કચ્છ યુનિવર્સિટી હેઠળની વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો જેમાં માંડવીની શેઠ શૂરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં આદિપુર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને 28 પોઇન્ટથી, સેમી ફાઇનલમાં ટી.સી.સી. આદિપુર કોલેજને 14 પોઇન્ટથી અને ફાઇનલમાં ભુજની લાલન કોલેજને 12 પોઇન્ટથી પછાડી વિજેતાપદ હાંસલ કર્યું હતું. ટીમ મેનેજર ડો. ચંદ્રકાંત પટેલ અને રામભાઇએ છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું. વિજેતા ટીમ અને મેનેજરને આચાર્ય ડો. મહેશકુમાર બારડ, સંસ્થાના મંત્રી ડો. જે.સી. પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી આદિત્ય શેઠે અભિનંદન પાઠવ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ