• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj ટ્રકમાં રિફલેકટરના અભાવે કાર ભટકાતાં યુવાનનું મૃત્યું

ટ્રકમાં રિફલેકટરના અભાવે કાર ભટકાતાં યુવાનનું મૃત્યું

Bhuj - ટ્રકમાં રિફલેકટરના અભાવે કાર ભટકાતાં યુવાનનું મૃત્યું

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:11 AM IST
ભુજ તાલુકાના પધ્ધર ગામ નજીક બીકેટી કંપની સામે મંગળવારે વહેલી સવારે રોડ પર ઉભેલી ટ્રકમાં રિફલેટર ન હોવાને કારણે પાછળ ધડાકા સાથે કાર અથડાતાં સુમરાસરશેખના યુવકનું કંમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે કાર ચાલકને વતી ઓછી ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતનો બનાવ મંગળવારે સવારે પોણા છ વાગ્યાના અરસામાં પધ્ધર નજીક બીકેટી કંપની સામે બન્યો હતો. ભુજ તાલુકાના સુમરાસરશેખ ગામે રહેતા દામજીભાઇ આતુભાઇ મહેશ્વરી (ઉ.વ.49)તથા નખત્રાણાના મુરૂ ગામે રહેતા હરેશભાઇ કરશનભાઇ મહેશ્વરી (ઉ.વ.32)બન્ને જણા પોતાની કાર જી.જે.12 એકે 1608માં ભુજથી સુરેન્દ્રનગર માતાજીના દર્શન કરવા માટે જઇ રહયા હતા. ત્યારે પધ્ધર પાસે બીકેટી કંપનીની સામેના રોડ પર ટાયરમાં પંકચર થવાથી તાલપત્રી ઢાંકેલી ટ્રક જી.જે.12 એ ડબલ્યુ 0377 ઉભી હતી. તેની પાછળના ઠાંઠામાં હરેશભાઇની કાર ધડકા સાથે અથડાઇ ગઇ હતી. જેને કારણે કારમાં બેઠેલા દામજીભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે હરેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પધ્ધર પોલીસે મથકના તપાસનીશ એએસઆઇ પ્રવિણભાઇ વાણિયાના જણાવ્યા પ્રમાણે ટ્રકમાં

...અનુસંધાન પાના નં.9

કોઇ સાઇડ લાઇટ કે રોડ પર પથ્થર ટ્રકના ડ્રાઇવરે મુકેલા ન હતા અને તાલપત્રી બાંધેલી હોવાથી કોઇ રિફલેટર લાગ્યુ હોય તો પાછળના વાહનને દેખાય તે રીતે ન હોવાથી કાર ટ્રક પાછળ અથડાઇ પડી હતી જેથી દામજીભાઇનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.સુમરાસરશેખના યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

X
Bhuj - ટ્રકમાં રિફલેકટરના અભાવે કાર ભટકાતાં યુવાનનું મૃત્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી