• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - રામપર(વે) પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

રામપર(વે) પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

માંડવી તાલુકાના રામપર વેકરા ગામ નજીક ગત 27 ઓગષ્ટની રાત્રે અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયેલા ભેરઇયાના...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:11 AM
Bhuj - રામપર(વે) પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત
માંડવી તાલુકાના રામપર વેકરા ગામ નજીક ગત 27 ઓગષ્ટની રાત્રે અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયેલા ભેરઇયાના યુવાનનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મંગળવારે મોત નિપજ્યું હતું જુવાનના મોતથી તેના પરિવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી.નખત્રાણા તાલુકાના મથલ ગામે દિકરાની બીમારીથી દુખી થઇને રવિવારે બપોરે એસીડ ગટગટાવી જનાર માતાએ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. મહિલાના મોતથી તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ગઢશીશા પોલીસ મથકના પીએસઓ પ્રદિપભાઇના જણાવ્યા પ્રમાણે માંડવી તાલુકાના ભેરઇયા ગામે રહેતા જુમા આચાર કોલી ગત 27 ઓગષ્ટના રાત્રીના સાડા નવ વાગ્યાના અરસમાં રામપરવેકરા ગામ નજીક ઉભો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનને તેને ટકકર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યા સારવાર દરમિયાન મંગળવારે

...અનુસંધાન પાના નં.9

સવારે તેમનું મોત નિપજ્યું હોવાનું મૃતકના સબંધી માવજીભાઇ ઉમરભાઇ કોલીએ પોલીસને જાણ કરી હતી.



તો બીજી બાજુ મથલ ગામે રહેતા મુલબાઇ રમેશભાઇ વણકર (ઉ.વ.32)નામની મહિલાના પુત્રને કોઇ બીમારી હોઇ જેના કારણે સતત દુખી રહેતા હોવાથી ગત રવિવારે બપોરે પોતાના ઘરે એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને પ્રથમ સારવાર નખત્રાણા સીએસસીમાં અપાયા બાદ વુધ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં બાદમાં અમદાવાદ સીવીલમાં દાખલ કરાવામાં આવતાં જ્યા મંગળવારે સવારે સવા સાત વાગ્યાના સમય દરમિયાન મુળબાઇએ અંતિમ શ્વાસ લીધો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

મથલમાં દિકરાની બીમારીથી ત્રસ્ત માતાનો એસીડ પી આપઘાત

X
Bhuj - રામપર(વે) પાસે અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App