• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - મુંબઇથી 51 માઇભક્તો સાઇકલ યાત્રા સાથે મઢના દર્શને આવશે

મુંબઇથી 51 માઇભક્તો સાઇકલ યાત્રા સાથે મઢના દર્શને આવશે

લોઅર પરેલથી 950 કિલોમીટરનું અંતર સપ્તાહમાં કાપશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Bhuj - મુંબઇથી 51 માઇભક્તો સાઇકલ યાત્રા સાથે મઢના દર્શને આવશે
આસો નવરાત્રિ નિમિત્તે આશાપુરા યુવા મંડળના નેજા હેઠળ મુંબઇના પરેલથી 51 માઇભક્તો સાઇકલ યાત્રા કરીને મમાતાના મઢમાં આશાપુરા માતાજીના આશિષ લેવા આવશે. આ સાહસિક ભાવિકો લોઅર પરેલથી તા. 2/10ના પ્રસ્થાન કરીને 950 કિલોમીટરનું અંતર કાપી તા. 8/10ના માતાના મઢ પહોંચશે.

સતત 11મા વર્ષે યોજાનારી આ યાત્રા વિશે વિગતો આપતાં આયોજક પ્રફુલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાઇકલવીરોની સેવા માટે ટેમ્પો, કાર અને બાઇક સવારો તેમની સાથે રહેશે. દાતાઓના સહયોગથી ગણવેશ, ટ્રવલિંગ બેગ, ટોર્ચ, બૂટ સહિતની સામગ્રી સાહસિક ભાવિકોને આપવામાં આવશે. તા. 2/10ના પ્રસ્થાન પ્રસંગે સેનાપતિ બાપટ માર્ગ પર યોજાનારા શુભેચ્છા કાર્યક્રમમાં સવારે મહાઆરતી, રાસ ગરબા, સાઇકલવીરોનું સન્માન બાદ વિદાય આપવામાં આવશે.

X
Bhuj - મુંબઇથી 51 માઇભક્તો સાઇકલ યાત્રા સાથે મઢના દર્શને આવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App