Home » Kutchh » Bhuj » Bhuj - ‘ઇકો આસ્થા’|ચાર ફૂટ ઉંચા માટીના ગણેશનું સર્જન

‘ઇકો આસ્થા’|ચાર ફૂટ ઉંચા માટીના ગણેશનું સર્જન

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:11 AM

ST વર્કશોપમાં કામ કરતા હાથમાં ફેક્ચર પડ્યું તો એક હાથે બનાવ્યા માટીના ગણેશ

  • Bhuj - ‘ઇકો આસ્થા’|ચાર ફૂટ ઉંચા માટીના ગણેશનું સર્જન
    આજનું તાપમાન  ભુજ 31.3  24.8 નલિયા 32.4  26.0 કંડલા પોર્ટ 32.7  25.7 આદિપુર 32.0  24.4 | સૂર્યાસ્ત આજે 06.45 | સૂર્યોદય કાલ 06.27

    ભુજ | પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ધાર્મિક ઉત્સવમાં પણ લોકોમાં વધે તે ઉદ્દેશ્યથી ભુજની સોમપુરા ભગીની મંડળની બહેનો દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ બનાવે છે. માટીને કંડારીને નિર્મિત થતા આ ગજાનનને વોટર કલરથી સુશોભિત કરી જાગૃત નાગરિક કે પંડાલોને વેચવામાં અાવે છે. જેની નફાની રકમ કામનાથ મહાદેવના સેવાર્થે વપરાય છે. હાલમાં આ મંડળની બહેનો દ્વારા ચાર ફૂટ ઉંચા ગણેશજી આઠ દિવસની મહેનત બાદ બનાવ્યા છે. માટીમાંથી આવડી ઉંચી મૂર્તિ બનાવવી અઘરી પડે છે. મંડળના રેખાબેન એમ.સોમપુરા, રેખાબેન કે. સોમપુરા, નીલાબેન વી. સોમપુરા અને કૃતિબેને પર્યાવરણ બચાવવા માટે કંઇક અનોખું કરવાની ભાવના સાથે છેલ્લા દસ વર્ષથી આ માટીના ગણેશજી બનાવે છે. સંસ્થાના બહેનોએ કચ્છના સારા કલાકારોને મૂર્તિ બનાવવા માર્ગદર્શન આપવાની તૈયારી બતાવી છે. દિવ્ય ભાસ્કરની માટીના ગણેશ બનાવી ઘરમાં જ વિસર્જન કરવાની અપીલને સરાહતા મંડળની બહેનોએ કચ્છની અન્ય સંસ્થાઓને પણ આ ચળવળમાં જોડાવા અપીલ કરી હતી.

    રેખાબેન કે. સોમપુરા : 9979612828 કૃિત સોમપુરા : 98255 58770

    મહિલા શક્તિ જો ધારે તો સમાજના અન્ય લોકો માટે પથદર્શક બની શકે. ભુજની સોમપુરા ભગીની મંડળની બહેનો માટીના ગણેશ બનાવતી નજરે પડે છે.

    ભુજ | ગણેશોત્સવને ઉમંગભેર ઉજવવા માટે લોકોનો ઉત્સાહ અને પર્યાવરણની જાળવણી તરફની જાગૃતિ બતાવતું વધુ એક ઉદાહરણ સામે આવ્યું હતું. ભુજમાં એસટી વર્કશોપમાં એપ્રેન્ટિસ તરીકે કામ કરતા ભાર્ગવ ચાવડાને દસ દિવસ અગાઉ બસનું કામ કરતી વખતે જેક પરથી વાહન ઉતરી પડતા હાથ ઉપર દોઢ ટન જેટલું વજન આવતા જમણા હાથમાં ફ્રેકચર પડ્યું. લોખંડની ખીલીમાંથી વિવિધ આઇટમ બનાવનારા ભાર્ગવ હિંમત હાર્યા વગર ડાબા હાથે માટીના ગણેશ બનાવવાનું શરૂ કર્યું. ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં ભાવેશે જણાવ્યું કે, શરૂમાં માટીને ઘાટ આપવામાં ઘણી તકલીફ પડી પરંતુ ધીમે-ધીમે આત્મવિશ્વાસ આવી ગયો અને ગણેશજીને નિર્માણ કરવાનું ફાવી ગયું. પર્યાવરણની જાળવણીને નજર અંદાજ કરીને પીઓપીના ગણેશજી હજારો રૂપિયા ખર્ચીને ઘરે અને પંડાલમાં સ્થાપના કરતાં લોકો માટે આ એક ખરેખર પ્રેરણા આપતું ઉદાહરણ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ