તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી, લખપત, અબડાસા, રાપરને મળ્યા ટી.ડી.ઓ.

માંડવી, લખપત, અબડાસા, રાપરને મળ્યા ટી.ડી.ઓ.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવે રાજ્યપાલના હુકમથી 20મી ઓગસ્ટના 65 અજમાયશી તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામેલાની બદલી કરી હતી, જેમાં માંડવી, લખપત, અબડાસા અને રાપરને ટી.ડી.ઓ. મળ્યા હતા.

હુકમમાં જણાવાયું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત અન્વયે સીધી ભરતીથી અજમાયશી તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામેલા અધિકારીઓને સ્વતંત્ર રીતે કામગીરી કરવા માટે નિયુક્તિ આપવામાં આવે છે, જેમાં માંડવી તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા ઉપર ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટી મદદનીશ પ્રાયોજના અધિકારી વિનોદ પુરુષોત્તમ જોષી, લખપત તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા ઉપર કચ્છમાં જ ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મયુર વસંત ભાલોડિયા, અબડાસા તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા ઉપર બનાસકાંઠાના ડિસા તાલુકા વિકાસ અધિકારી કરણ પ્રવિણ પ્રજાપતિ અને રાપર તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા ઉપર અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વહીવટી મદદનીશ પ્રાયોજના અધિકારી અભિષેક બલદેવ પરમારને મૂકાયા છે. હુકમમાં વધુમાં જણાવાયું છે કે, નિયુક્તિ સ્થળે 2 દિવસમાં અચૂક હાજર થઈ સંબંધિત જગ્યાનો હવાલો સંભાળી લેવાનો રહેશે અને તેની વિભાગને જાણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...