• Gujarati News
  • National
  • મેરાઉમાં યુવાનનો પંખે લટકી આપઘાત

મેરાઉમાં યુવાનનો પંખે લટકી આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના મેરાઉ ગામે રહેતા યુવકે સોમવારે સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખાના હુંકમાં રસ્સો બાંધી આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મેરાઉ ગામે રહેતા વિશ્રામ રાયશી મહેશ્વરી (ઉ.વ.24)નામના યુવાને સોમવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસમાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના હુકંમાં રસ્સો બાંધી આત્મહત્યા કરી લેતાં બનાવની જાણ જથા તેને તાત્કાલિક માંડવીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા હાજર રહેલા તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. જુવાનજોગ પુત્રનું મોત થતા તેના પરિવારજનો તથા સગાસબંધીઓમાં ગમગની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...