• Gujarati News
  • National
  • ભુજ તા.પંચાયતના હોદ્દેદારોની 16મીએ વરણી કરાશે

ભુજ તા.પંચાયતના હોદ્દેદારોની 16મીએ વરણી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ શાસીત ભુજ તાલુકા પંચાયની 2 સમિતીના ચેરમેનની વરણી કરવા માટે આગામી 16 ઓગષ્ટના ખાસ બેઠકનું આયોજન કરાયું છે. તાલુકા વિકાસ અધિકારી એચ.એફ.ભટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર કારોબારી ચેરમેનની નિમણુક કરવા માટે 16 ઓગષ્ટના સવારે 11.30 કલાકે બેઠક મળશે. જેમાં કારોબારી સમિતીમાં વરાયેલા સભ્યો ચેરમેનની નિયુકીત કરશે.

એવી જરીતે સામાજીક ન્યાય સમિતીના ચેરમેનની વરણી કરવા માટે બપોરે 12.30 વાગ્યે બેઠક મળશે. બન્ને સમિતીના ચેરમેનના નામને લઇ લાંબા સમયથી જે અટકળો ચાલી રહી છે. એ તમામ અટકળોનો 16મી તારીખે અંત આવી જશે. ચેરમેનની વરણીને લઇ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...