• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - એશિયાડના ચંદ્રક વિજેતાનું ગણેશોત્સવ નિમિત્તે વિશેષ સન્માન

એશિયાડના ચંદ્રક વિજેતાનું ગણેશોત્સવ નિમિત્તે વિશેષ સન્માન

સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છી પાઘ સાથે મોમેન્ટો અને ચેક અર્પણ કરાયા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Bhuj - એશિયાડના ચંદ્રક વિજેતાનું ગણેશોત્સવ નિમિત્તે વિશેષ સન્માન
ભુજમાં વિવિધ સેવાકાર્યો કરતી સંસ્થા સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા ભુજના યુવાનનું વિશેષ સન્માન કરાયું હતું.

મેયર લતાબેન સોલંકી અને પુષ્પદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિ સાથે નાગરચકલામાં યોજાઇ રહેલા સંસ્થાના 13માં ગણેશોત્સવ પ્રસંગે તાજેતરમાં જ ઇન્ડોનેશિયા ખાતે પૂર્ણ થયેલા એશિયાડ રમતોત્સવમાં હાર્થસ્ટોન રમતમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભુજના યુવાન તીર્થ મહેતાનું કચ્છી પાઘડી પહેરાવી મોમેન્ટો અને રૂા. 25,000ના ચેક અર્પણ સાથે બહુમાન કરાયું હતું. આ વેળાએ પ્રમુખ જગત વ્યાસ, ઉપપ્રમુખ મીત પૂજારા અને નિખિલ જોષી, ખજાનચી સંદિપ ચાવડા, હિતેન ગોસ્વામી, રાજદિપસિંહ ગોહિલ, વિમિત અંતાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

X
Bhuj - એશિયાડના ચંદ્રક વિજેતાનું ગણેશોત્સવ નિમિત્તે વિશેષ સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App