• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj ભુજમાં પ્રાઇમસ પર ચા બનાવતાં દાઝેલી પરણિતાનો જીવ ગયો

ભુજમાં પ્રાઇમસ પર ચા બનાવતાં દાઝેલી પરણિતાનો જીવ ગયો

Bhuj - ભુજમાં પ્રાઇમસ પર ચા બનાવતાં દાઝેલી પરણિતાનો જીવ ગયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:11 AM IST
ભુજના ભીડ નાકા બહાર આવેલા ગીતા માર્કેટમાં રહેતી પરણિતા સોમવારે બપોરે પોતાના ઘરે ચા બનાવતાં ગંભીર રીતે આખા શરીરે દાઝી ગઇ હતી. જેનું સારવાર દરમિયાન હોસ્પિટલ બીછાને મંગળવારે સવારે મોત નિપજ્યું હતું.મહિલાના મોતથી તેના પરિવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગીતા માર્કેટમાં રહેતી મીનાબેન મહેશભાઇ ઢોલવીયા(ઉ.વ.22)નામની પરણિતા સોમવારે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે તેમના પતિ મહેશભાઇ સુતા હતા ત્યારે પ્રાઇમસ પર ચા બનાવતી હતી ત્યારે પ્રાઇમસમાં ભળકો થવાને કારણે પહેરેલા કપડામાં જાડ લાગતાં આખા શરીરે દાઝી ગઇ હતી. બનાવથી મહેશભાઇ તેની પત્નિને બચાવવા જતાં તેના પણ હાથ દાઝી ગયા હતા તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મીનાબેને મંગળવારે સવારે સાત વાગ્યાના સમય ગાળા દરમિયાન આખરી દમ લીધો હતો. જ્યારે પતિ મહેશભાઇ સારવાર હેઠળ છે હાલ બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. મહેશભાઇ અને મીનાબેનનો લગ્ન ગાળો દોઢ વર્ષનો છે અને સંતાનમાં બે દિકરી અને 6 માસનો પુત્ર છે. મીનાબેનના મોતથી સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ સર્જાઇ ગયું છેે.

X
Bhuj - ભુજમાં પ્રાઇમસ પર ચા બનાવતાં દાઝેલી પરણિતાનો જીવ ગયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી