Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - સણોસરામાં હાઇસ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે

સણોસરામાં હાઇસ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:11 AM

રાજ્યમંત્રીના હસ્તે વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત યોજાયાં

  • Bhuj - સણોસરામાં હાઇસ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે
    સણોસરામાં માધ્યમિક અને પ્રાથમિક શાળાને લગતાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આસપાસના ગ્રામજનો, અગ્રણીઓ, પદાધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    ગામની માધ્યમિક તથા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ તથા સીસીરોડના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમને સંબોધતાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગામનો વિકાસ ત્યારે જ શક્ય બને છે, જ્યારે સ્થાનિક નેતૃત્વ મજબૂત હોય. માલધારી સમાજ શિક્ષિત બને તે જરૂરી હોવાનું જણાવી ગરીબાઇને દૂર કરવાની તાકાત શિક્ષણમાં હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે સણોસરામાં મંજૂર કરાયેલી હાઇસ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ બનાવવા માટે જમીન અને પંચાયતના ઠરાવ સહિતની દરખાસ્ત મોકલી આપવા જણાવ્યું હતું. ગામની દીકરી લક્ષ્મીબેન રબારી અને વીણાબેન રબારીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિ.પં. ઉપાધ્યક્ષા નિયતિબેન પોકાર, કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા, હરીશ ભંડેરી, ફુલાબેન આહિર, મશરૂ રબારીએ સણોસરાના વિકાસકામોનો ઉલ્લેખ કરી ખૂટતી કડી જોડવાના પ્રયાસોમાં સહભાગી થવા કોલ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending