તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મજીદના નામે પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરાશે

મજીદના નામે પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના સંજોગનગરમાં રહેતા મજીદ થેબાને પોલીસે ઉઠાવી લઇ એક માસ સુધી ગોંધી રાખ્યાનો અપપ્રચાર ચાલી રહ્યો છે. સોશ્યલ મિડીયામાં પણ કેટલા તત્વો દ્રારા આ મુદે મુસ્લિમ સમાજને પોલીસ વિરુધ્ધ ઉશ્કેરવા તેમજ પોલીસનું મોરલ તોડવાના પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે આવા કૃત્ય કરનારાઓ સામે હવે પોલીસ સખ્તાઇથી કામ લઇ કડક પગલાં ભરશે તેવું ભુજ વિભાગના નાયબ પોલીસવડા એન.વી.પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ડીવાયએસપીએ કહ્યું કે હાફીઝાબેને એવી લેખીત અરજી આપી હતી કે મજીદ થેબા તેને મારી નાખશે. હાલ પણ તે નશાયુકત હાલતમાં છરી લઇને ફરી રહ્યો છે. આ લેખીત અરજી અનુસંધાને ગત 19 જુલાઇના પોલીસ તેને ઝડપવા માટે ગઇ ત્યારે મજીદ નાસી ગયો હતો. અને હજી પણ પોલીસની પકકડથી દુર છે. પણ પોલીસ વિરુધ્ધ સમાજને ઉશ્કેરવા માટે અમુક તત્વો એવી વાત ફેલાવી છેકે પોલીસે મજીદને ઉપાડી લઇ તપાસ નામે ગોંધી રાખ્યો છે.

વાસ્તવમાં આ આક્ષેપમાં કોઇ તથ્ય નથી. મજીદને શોધવા માટે પોલીસે 5 ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. તો પોલીસનું મોરલ તોડનારાઓ સામે કડક પગલાં ભરવાની સ્પષ્ટ ચીમકી એન.વી.પટેલે આપી હતી. ખુદ હફીઝાબેને પણ તેનો પતિ ગુમ હોવાની વાત કરી સમાજ તેને ન્યાય અપાવવા માટે આગળ આવે તેવી અપીલ કરી છે.

ઉલ્લેખનિય છેકે મજીદ થેબા સામે હની ટ્રેપ, મારામારી, સ્ત્રી અત્યાચારના અનેક ગુના ચોપડે ચડેલા છે. ત્યારે તેનાથી બચવા માટે ભાગી છુટયો હોય તેમ મનાય છે. જોકે મજીદે 19 જુલાઇના પોતાના કેટલાક મિત્રોને ફોન કરી પોતે પોલીસ સમક્ષ હાજર થવા માંગે છે તેવી તૈયારી દર્શાવી હતી. જોકે એક યા બીજા કારણોસર તે શકય બન્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...