Home » Kutchh » Bhuj » Bhuj - પત્ની સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવ્યું ’ને વિંઝાણના યુવકે ગળે ફાંસો ખાધો

પત્ની સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવ્યું ’ને વિંઝાણના યુવકે ગળે ફાંસો ખાધો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:11 AM

અબડાસા તાલુકાના વિંઝાણ ગામના વાડી વિસ્તારમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે....

  • Bhuj - પત્ની સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવ્યું ’ને વિંઝાણના યુવકે ગળે ફાંસો ખાધો
    અબડાસા તાલુકાના વિંઝાણ ગામના વાડી વિસ્તારમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. આપઘાત કરવા પાછળ પતિ અને પત્નિ વચ્ચે થયેલી બોલાચાલી કારણભુત હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

    કોઠારા પોલીસ મથકેથી મળેલી વિગત અનુસાર વિંઝાણમાં રહેતા રામજી રામવીર બાવરીનો તેની પત્નિ સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા અને બોલાચાલીનું મનમાં લાગી આવતાં રામજીએ તેના રુમની આડીના હુકમાં કપડું ભરાવી ફાંસો ખાઇ લીધો હતો.

    હતભાગીના ભાઇએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તાકીદે સારવાર માટે નલિયાની હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ