• Gujarati News
  • National
  • ધુમ્રપાન કરશો તો તરત જ સાયરન વાગવા માંડશે

ધુમ્રપાન કરશો તો તરત જ સાયરન વાગવા માંડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે તમે કોઇ પણ સરકારી કચેરીમાં જાઓ તો અહી ધુમ્રપાન કરવાની મનાઇ છે. ધ્રુમપાન કરનારને રોકડ દંડ કરવામાં આવશે તેવા બોર્ડ પણ મારેલા જોવા મળતા હોય છે. જોકે ભુજમાં એક એવી કચેરી નિર્માણ પામી રહી છે કે જે ફાયર સેન્સરની સુવિધાથી સજજ હશે. આ કચેરી છે ભુજની પોસ્ટ શોર્ટિગ ઓફીસ.અત્યાધુનિક સુવિધાથી સજજ આ કચેરીનુ સંભવત સ્વાતંત્રય દિવસ કે પછી તેના એકાદ સપ્તાહ બાદ લોકાર્પણનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.

માત્ર કચ્છ જ નહિ રાજયની અધ્યતન કહી શકાય એવી આ જિલ્લાની અેકમાત્ર પોસ્ટ શોર્ટિગ ઓફીસમાં ફાયર સેન્સર લગાવાયા છે. સિનીયર રેકર્ડ ઓફિસર ધીરજ દેસાઇએ એવો દાવો કર્યો કે કચ્છમા઼ં ફાયર સેન્સરની સુવીધા હોય તેવી એક પણ કચેરી છે જ નહિ. પોસ્ટ શોર્ટિગ ઓફિસ જિલ્લાની આવી પ્રથમ સરકારી કચેરી બનશેે. શોર્ટિગ ઓફીસ સંકુલમાં કોઇ પણ ધ્રુમપાન કરશે કે અન્ય કોઇ રીતે ધુમાડો ઉડતો જોવા મળશે. તો તરત સાયરન વાગશે. સાયરન વાગતાની સાથેજ જયાં આ ધુમાડો ઉડતો હશે તે જગ્યા લોકેટ થઇ જશે.

કચેરીના બાથરૂમમાં પણ ફાયર સેન્સર લગાવાયા છે. આ ઉપરાંત સમગ્ર કચેરીની હિલચાલ પર ત્રીજી આંખની પણ નજર રખાશે. સીએસઆઇ સીસ્ટમથી સજજ થયા બાદ આ સોફટવેરને અનુરૂપ અધ્યતન કોમ્પ્યુટર સિસ્ટમ પણ કચેરીમાં કાર્યરત કરાશે. ઉલ્લેખનિય છે કે ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1.20 કરોડના ખર્ચે અા અાધુનીક સુુવિધાથી સજજ કચેરીનું નિર્માણ કરાયું છે.

ફાયર સેન્સરથી સજજ પ્રથમ કચેરી બનશે ભુજની પોસ્ટ શોર્ટીગ ઓફીસ
પાણીનો બગાડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા
આ કચેરીમાં ફાયર સેન્સર ઉપરાંત બાથરૂમના નળ પણ સેન્સર વાળા હશે. સેન્સર વાળા નળ લાગેલા હોવાથી પાણીનો બગાડ થતો અટકશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

17 વર્ષે પ્રીફેબ શેડમાંથી મળશે મુકિત
2001ના ભૂકંપમાં આ કચેરી ધરાશાયી થયા બાદ 17 વર્ષથી શોર્ટિગ ઓફિસ પ્રીફેબ શેડમાં અસુવિધા વાળા માહોલમાં કાર્યરત હતી. આમ આધુનિક કચેરી બનતાં દોઢ દાયકા બાદ પ્રી ફેબ શેડમાંથી મુકિત મળી જશે.

અન્ય સમાચારો પણ છે...