તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj જી.કે.માં કીકીના પ્રત્યારોપણ સાથે 4 દર્દીને નવી રોશની મળી

જી.કે.માં કીકીના પ્રત્યારોપણ સાથે 4 દર્દીને નવી રોશની મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની જી.કે .જનરલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં જરૂરીયાતમંદ દર્દી ઉપર કીકી પ્રત્યારોપણની ચાર સફળ શસ્ત્રક્રિયા કરાતાં તેમને નવી રોશની મળી હતી. કોઇ વ્યક્તિએ કરેલા ચક્ષુદાન થકી ચાર દર્દીઓ ઉપર અંધારાના ઓળા ઉતરે એ પહેલા કીકીનું આરોપણ કરી દેવાતા તેમને નવજીવન પ્રાપ્ત થયું હતું.

ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાઈન્સ દ્વારા સંચાલિત હોસ્પિટલના આંખ વિભાગના વડા ડૉ. કવિતા શાહનાં જણાવ્યા મુજબ આંખમાં ફૂલુ પડવું, મોતિયાની શસ્ત્રક્રિયા પછી કીકીમાં નબળાઈ આવી જવી, કીકીનો કલર બદલાઈને સફેદ થઈ જવો, અથવા તો ઈજ્જાને કારણે કીકીમાં નુકસાન થતું જણાય તેવા કિસ્સામાં પણ ઓપરેશન કરી નવી કીકી બેસાડી આપવામાં આવે છે.

કચ્છમાં પ્રખર તાપના કારણે દર્દીઓ વધુ !
કચ્છમાં આબોહવાને કારણે કીકીના દર્દીઓનું પ્રમાણ અન્ય જિલ્લાઓની સરખામાંણીમાં વધુ છે. કાળઝાળ તાપ, રેતી ઉડવી, ગરમીમાં વધારો વગેરેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવા દર્દીઓ ખાવડા બન્ની વિસ્તારમાં વધુ જોવા મળતા હોવાનું ડો. શાહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...