• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - ભુજમાં તપસ્વીઓના વરઘોડામાં માનવ મહેરામણ ઉમટી પડયો

ભુજમાં તપસ્વીઓના વરઘોડામાં માનવ મહેરામણ ઉમટી પડયો

પર્યુષણ મહાપર્વની સમાપ્તિ પ્રસંગે ભુજના સાતેય જૈન સંઘો દ્વારા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો જેમાં સંતો-ભગવંતોની...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:10 AM
Bhuj - ભુજમાં તપસ્વીઓના વરઘોડામાં માનવ મહેરામણ ઉમટી પડયો
પર્યુષણ મહાપર્વની સમાપ્તિ પ્રસંગે ભુજના સાતેય જૈન સંઘો દ્વારા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો જેમાં સંતો-ભગવંતોની નિશ્રામાં બહોળી સંખ્યામાં સકળ સંઘના ભાઇ-બહેનો જોડાયાં હતાં.

અમિતયશસૂરિજી મ.સા., કીર્તિલતાશ્રીજી મ.સા., પુષ્પાશ્રીજી મ.સા., હંસકીર્તિશ્રીજી મ.સા., પૂર્ણપ્રભાશ્રીજી મ.સા. તેમજ શ્રમણ-શ્રમણીવૃંદની નિશ્રામાં નીકળેલી આ શોભાયાત્રામાં મહાવીર જૈન સંગીત કલા બેન્ડ, ન્યૂ સુરેશ બેન્ડ, મયૂરાસન, પ્રભુજીનો રથ, ઘોડેસવારો, ઇન્દ્રધજા, શણગારેલી ઊંટગાડી, બાળકોની ગાડી, મહાવીર પ્રભુના જીવન-કવન આધારિત વિવિધ ફ્લોટ્સ, બાઇક સાથે સાફાધારી યુવાનો, સાઇકલ સવાર બાળકો સહિતનાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.

પ્રભુજીનો રથ 11 ભાવિકોએ ખેંચ્યો હતો. વિવિધ ધાર્મિક વિધિઓમાં કાંતિલાલ શાહ, રવિલાલ ઓતમચંદ, નરોત્તમ નારાણજી, ગિરીશ બાબુલાલ, મંજૂલાબેન હરિલાલ, હસમુખલાલ દામોદર લાભાર્થી બન્યા હતા. આ વેળાએ કૌશલ મહેતા, રેશ્માબેન ઝવેરી, શાંતિલાલ ઝવેરી, પ્રબોધ મુનવર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ ફ્લોટ્સ, ઘોડેસવારો, બેન્ડ પાર્ટીએ આકર્ષણ જમાવ્યું

X
Bhuj - ભુજમાં તપસ્વીઓના વરઘોડામાં માનવ મહેરામણ ઉમટી પડયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App