• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - RTO ટેક્સ કૌંભાડ : સાઇબર સેલ ધરાવતી કચ્છ પોલીસને IP એડ્રેસ સિવાય કાંઇ મળતું કેમ નથી ?

RTO ટેક્સ કૌંભાડ : સાઇબર સેલ ધરાવતી કચ્છ પોલીસને IP એડ્રેસ સિવાય કાંઇ મળતું કેમ નથી ?

એક માત્ર કઠપુતળીની ધરપકડ કરી પોલીસે સંતોષનો ઓડકાર ખાઇ લીધો ! 17 દિવસથી સાયબર ક્રાઇમ વિભાગની ગોકળગતીએ ચાલી...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:10 AM
Bhuj - RTO ટેક્સ કૌંભાડ : સાઇબર સેલ ધરાવતી કચ્છ પોલીસને IP એડ્રેસ સિવાય કાંઇ મળતું કેમ નથી ?
આરટીઓના ટેક્ષ ચોરીના કૌભાંડમાં એક એજન્ટના માણસની ધરપકડ કરી સંતોષ માની લીધો હોય તેમ તપાસના 17 દિવસ પછી પણ પોલીસને કોઈ સુરાગ હાથ લાગ્યો નથી. આઇપી એડ્રેસ મેળવી લેવાયા પણ તેનો ઉપયોગ કરનારા મગરમચ્છ હજુ સુધી પકડાયા ન હોવાથી અનેક ભેદભરમ સર્જાયા છે.

પોલીસે આ કાંડમાં એક યુવાનની અટકાયત કરી હતી. તપાસ સાયબર સેલને સોંપવામાં આવી હતી. આઇપી એડ્રેસ પણ તેમની પાસે આવી ગયા છતાં તેનો ઉપયોગ કરનારા હજુ પકડાયા નથી. ત્યારે આ કેસમાં અધિકારીઓ અને મોટા માથાઓ કેમ પકડાતા નથી? તપાસમાં ચાલતી મંદગતિએ અનેકને વિચારતા કરી મુક્યા છે .

IPS અધિકારીએ RTOમાં મંગળવારે ધામા નાખ્યા

મંગળવારે બપોરે આરટીઓમાં પહોંચી આવેલા એએસપી રવી તેજા વાસમશેટી બે કલાક સુધી આરટીઅો યાદવની ચેમ્બરમાં બેઠા હતા. આ બે કલાક દરમિયાન આ કૌંભાડને સંલગ્ન કર્લાક અને હેડકર્લાકના નિવેદન લેવાયા હતા, તો આરટીઓ યાદવનું પણ નિવેદન લેવાયું હોવાનું એજન્ટ વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. તો બે કલાક સુધી થયેલી ચર્ચામાં બેકલોગ સીરીઝમાં જીજે 12 ડીએમની સીરીઝ એડ થાય કે નહીં, કેવી રીતે નખાઇ, કોણે નાખી તે સહિતની ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

X
Bhuj - RTO ટેક્સ કૌંભાડ : સાઇબર સેલ ધરાવતી કચ્છ પોલીસને IP એડ્રેસ સિવાય કાંઇ મળતું કેમ નથી ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App