તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માધાપરના પૂર્વ સરપંચ સામે ફરિયાદ રદ્દ કરવા હુકમ

માધાપરના પૂર્વ સરપંચ સામે ફરિયાદ રદ્દ કરવા હુકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરના જૂનાવાસમાં જે તે સમયે દબાણ દૂર કરવા બાબુભાઇ બાદરા દેવીપૂજકે તત્કાલિન સરપંચ હંસાબેન સોલંકી અને જિલ્લા ભાજપના મંત્રી હિતેશ ખંડોલ દ્વારા દેવીપૂજકવાસમાં ખોટી રીતે દબાણ દૂર કરાયા છે તેવી ચીફ જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરીને બન્ને સામે પ્રાઇવેટ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી જેને પગલે આરોપીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ 295 (એ), 427 અને 114 મુજબ પ્રોસેસ ઇસ્યૂ કરવાનો હુકમ કરાયો હતો. દરમિયાન આરોપીઓએ હુકમ વિરૂધ્ધ ફોજદારી રીવિઝન અરજી કરી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ કેસમાં સેશન્સ અદાલતે મિલ્કતને નુક્સાન પહોંચાડાયું નથી અને ધાર્મિક લાગણી દુભાઇ નથી તેવું તારણ આપીને ચીફ જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા અપાયેલા હુકમને રદ્દ ફરમાવી બન્નેને સદર કેસમાંથી મુક્ત કરવા હુકમ કર્યો હતો. આરોપી તરફે ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરી અને દીપક ઉકાણીએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...