તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj 41.2 ડિગ્રી: ભુજ સતત છઠા દિવસે રાજયમાં સૌથી ગરમ

41.2 ડિગ્રી: ભુજ સતત છઠા દિવસે રાજયમાં સૌથી ગરમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવા માસનો અાકરો તાપ કચ્છનો કેડો મુકવાનું નામ ન લેતો હોય તેમ મહતમ પારો ઘટવાના બદલે કયારેક સામાન્ય ઘટાડા સાથે ફરી ઉંચકાય છે. શુક્રવારે 41.2 ડિગ્રી મહતમ તાપમાને ભુજે સતત છઠા દિવસે ગરમીના મોરચે રાજયમાં શિરમોર સ્થાન જાળવી રાખ્યું હતું. માત્ર ગુજરાત જ નહિ એકાંતરે દેશના ગરમ મથકની સુચીમાં ભુજ મોખરાના સ્થાને રહેતાં અહી તાપની તિવ્રતા કેટલી વ્યાપક છે તેનો અંદાજ આવી જાય છે. દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે જે વધુ મજબુત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ સાયકલોનીક સ્ટોર્મમાં પણ ફેરવાશે. હાલ તો આ સિસ્ટમ ઓમાન તરફ જાય તેવું અનુમાન છે પણ જો અચાનક આ સાયકલોન ટ્રેક બદલે તો કચ્છ-ગુજરાતના દરિયાકાંઠે તેની અસર થવાની સંભાવના વચ્ચે હવામાન વિભાગની નજર હાલ આ સિસ્ટમની હિલચાલ પર કેન્દ્રિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...