• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - સુથરીમાં પવનચક્કીના કેબીન બોકસમાંથી 80,000નો કેબલ ચોરાયો

સુથરીમાં પવનચક્કીના કેબીન બોકસમાંથી 80,000નો કેબલ ચોરાયો

ગુરુવાર રાતથી શુક્રવાર સવારના સમયે ચોરીના બનાવને અપાયો અંજામ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:10 AM
Bhuj - સુથરીમાં પવનચક્કીના કેબીન બોકસમાંથી 80,000નો કેબલ ચોરાયો
કચ્છમાં કેબલ ચોરી કરતા તત્વોનો તરખાટ જારી રહ્યો હોય તેમ અબડાસા તાલુકાના સુથરી ગામે સુઝલોન કંપનની પવનચક્કીમાંના કેબલ બોકસમાંથી વધુ એક કોપર કેબલ વાયર ચોરીનો બનાવ પોલીસ ચોપડે ચડતાં તપાસ આરંભાઇ છે.

સુથરીના મજીદ અબુભખર સુમરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા અનુસાર ગુરૂવાર રાતથી શુક્રવાર સવારના સમયે ચોરીના આ બનાવને અંજામ અપાયો હતો. સુથરી ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચકકી નંબર એમ-205ના કેબીન બોકસનું લોક તિક્ષ્ણ હથિયારથી તોડી તેમાં રાખેલ 400 મિટર કોપર કેબલ વાયર કે જેની કિમત 80,000 આંકવામાં આવી હતી. તેની ચોરી કરી અજાણ્યા શખસો ફરાર થઇ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે કોઠારા પોલીસે તપાસનો દોર હાથ પર લીધો છે. ઉલ્લેખનિય છે કે ભુતકાળમાં કેબલ ચોરીના આવા અનેક બનાવોની ફરિયાદ નોંધાયા બાદ કેટલાક કિસ્સામાં કેબલ ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે આ કિસ્સામાં શકમંદોની પુછતાછ કરાય તો ભેદ ઉકેલાઇ શકે તેમ છે.

X
Bhuj - સુથરીમાં પવનચક્કીના કેબીન બોકસમાંથી 80,000નો કેબલ ચોરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App