• Gujarati News
  • National
  • બંધ મકાનમાંથી 7 કલાકમાં 40 હજારના રોકડ દાગીનાની ચોરી

બંધ મકાનમાંથી 7 કલાકમાં 40 હજારના રોકડ દાગીનાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના ગડા ગામના પાટીયા પાસે આવેલા બંધ મકાનમાંથી રવિવારે ધોળા દહાડે સાત કલાકના સમયમાં સમય ગાળા દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ 40 હજારની કિંમતના સોના ચાંદીના ઘરેણા તથા રોકડ સહિતના મુદામાલની ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ સોમવારે નોંધાઇ હતી.

ગડા પાટીયા પાસે રહેતા નારાણગીરી મંગલગીરી ગોસ્વામી (ઉ.વ.65)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, ચોરીની ઘટના રવિવારના સવારે અગ્યાર વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન બન્યો હતો. તેઓ ભારાપર ગામે ગયા હતા, ત્યારે પાછળ કોઇ અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનનો દરવાજાનું લાક તોડી અંદર પ્રવેશ્યા હતા, અને ઘરની અંદર રાખેલા લોખંડના કબાટની તિજોરીનું લોક તોડી અંદરથી 25 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને 15 હજારની રોકડ સહિત 40 હજારની ચોરી કરી ગયા હતા, બનાવ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ એમ જોષીનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદી નારાણગીરીભાઇ પોતે નિવૃત છે, અને દંપતિ ગડા પાટીયા પાસે આવેલા કલ્યાણશ્વરનગર-2માં રહે છે.

રવિવારે સવારે તેમની ભારાપર ગામે પરણાવેલી પુત્રીને મળવા પતિ-પત્નિ ગયા હતા. અને સાંજે પરત ઘરે ફરતાં તેમના ઘરમાંથી ચોર થઇ ગયાની જાણ થઇ હતી. એક ચાંદિનું છત્ર, એક જોડી સોનાની બુટ્ટી, એક ચાંદિનો સિક્કો અને પગમાં પહેરાવાના ચાંદીના છડા મળી આવ્યા છે, તસ્કરોનો વધુ શુરાગ મેળવવા પોલીસે તપાસ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...