તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ભુજની શાળાના છાત્રો બોક્સિંગના રાષ્ટ્રીય કેમ્પ માટે પસંદગી પામ્યા

ભુજની શાળાના છાત્રો બોક્સિંગના રાષ્ટ્રીય કેમ્પ માટે પસંદગી પામ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની મુસ્લિમ એજ્યુકેશન શાળાના વિદ્યાર્થીઓ અમદાવાદ ખાતે રમાયેલી બોક્સિંગ સ્પર્ધામાં ઉચ્ચ ક્રમાંકે ઝળકી ઉઠતાં રાષ્ટ્રીય કેમ્પ માટે પસંદગી પામતાં તેમને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે. શાળાના અફઝલ જત, સાહિલ ચાકી રાજ્યકક્ષાએ પ્રથમ અને રિઝવાન ખત્રી, રૂબિના લુહાર, મહેંદી સમા બીજો ક્રમ મેળવી આ કેમ્પ માટે પસંદ થયા હતા. શાળાના રમત-ગમત શિક્ષકો અયાઝ ઝાખરા, અબ્દુલહમીદ સુમરા તેમજ અવનિબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ છાત્રો રાજ્યકક્ષાએ રમવા ગયા હતા. શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી મંડળે છાત્રોને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...