Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - ખાવડા પાસે 3.6 સહિતના 7 હળવા કંપનથી ધરા ધ્રુજી

ખાવડા પાસે 3.6 સહિતના 7 હળવા કંપનથી ધરા ધ્રુજી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:10 AM

કચ્છની ધરતીમાં ભુસ્તરિય સળવળાટ સમવાનું નામ જ ન લેતો હોય તેમ રોજેરોજ કયારેક સુ્ક્ષ્મ તો કયારેક હળવી તિવ્રતાના...

  • Bhuj - ખાવડા પાસે 3.6 સહિતના 7 હળવા કંપનથી ધરા ધ્રુજી
    કચ્છની ધરતીમાં ભુસ્તરિય સળવળાટ સમવાનું નામ જ ન લેતો હોય તેમ રોજેરોજ કયારેક સુ્ક્ષ્મ તો કયારેક હળવી તિવ્રતાના કંપન અનુભવવાનો દોર જારી રહ્યો છે. શનિવાર અને રવિવારના દિવસ દરમિયાન કચ્છની ધરતી કુલ 7 જેટલા હળવા કંપનથી ધ્રુજી હતી. જેમાં સૌથી વધુ 3.6ની તિવ્રતાનું કંપન ખાવડાના કેન્દ્રબિંદુ નજીક નોંધાયાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરમાંથી જાણવા મળ્યું હતું.

    ...અનુસંધાન પાના નં.13





    શનિવારે રાત્રે ખાવડા પાસેના 3.6ની તિવ્રતાના કંપનનું કેન્દ્રબિંદુ ખાવડાથી 25 કિલોમિટર દુર રણમાં નોંધાયું હતુ઼. આ કંપન ઓછી ઉંડાઇએથી અનુભવાતા તેની અસર પણ વર્તાઇ હતી. આ ઉપરાંત દુધઇ, ભચાઉ, ધોળાવીરા અને રાપર નજીક કેન્દ્રબિંદુ ધરાવતા અન્ય કંપનની તિવ્રતા 2.4, 2.0, 1.8, 1.7, 1.5 અને 1.4ની અંકાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending